
સાજિદ નડિયાદવાલા ૨૦૨૫માં કિક ટુ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવાના હતા.‘કિક ૨’માં ક્રિતિ નક્કી? સલમાનના જન્મદિને જાહેરાત થઈ શકે.સાજિદે ૨૦૨૪માં સલમાન સાથે કિકની ફ્રેન્ચાઈઝને આગળ વધારીને કિક ટુ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી.સલમાન ખાન તાજેતરમાં તેની વોર આધારિત ફિલ્મ બેટલ ઓફ ગલવાનના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે તેના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા. એક રિપોર્ટ મુજબ બોલિવૂડના ‘ભાઈજાન’ તેના આગામી જન્મદિવસ પર ‘કિક ૨’ની જાહેરાત કરી શકે છે. આ અંગે હજી સુધી કોઈ નક્કર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ફિલ્મના નિર્માતાઓ સલમાન સાથે એક નવી અભિનેત્રીને શોધી રહ્યા હોવાનું ચર્ચામાં હતું. અગાઉ ૨૦૧૪માં આવેલી કિક ફિલ્મમાં સલમાન સામે જેક્લીન ફનાર્ન્ડિસ હતી. સૂત્રોના મતે, પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા ભાઈજાનના જન્મદિવસે તેને કિક ૨ની જાહેરાત સાથે સરપ્રાઈઝ આપી શકે છે.
આ ઉપરાંત કિક ૨માં સલમાનની કો-સ્ટાર તરીકે જેક્લીનના સ્થાને ક્રીતિ સેનોનને લેવાશે તેવી ચર્ચા છે. સાજિદે ૨૦૨૪માં સલમાન સાથે કિકની ળેન્ચાઈઝને આગળ વધારીને કિક ટુ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. સલમાન ખાન તે વખતે રશ્મિકા મંદાના સાથે સિકંદર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે સલમાનને લઈને કિક ટુનું ફોટોશૂટ પણ યોજાયું હતું. નડિયાદવાલાએ એક્સ પોસ્ટમાં સલમાનનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, સિકંદર… સાથે કિક ૨નું ફોટોશૂટ કરવાનો અનુભવ સરસ રહ્યો હતો. આ ફોટોમાં સલમાન કાળા રંગની ગંજી પહેરીને પાછળ તરફ ઊભો હતો. તેની આગળ સંખ્યાબંધ કાર પડેલી જાેઈ શકાતી હતી.મિડ-ડેના અહેવાલ મુજબ સાજિદ નડિયાદવાલા ૨૦૨૫માં કિક ટુ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવાના હતા. નિર્માતા અન્ય સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હોવાથી હવે તેમણે કિક ટુ માટે તારીખો નક્કી કરવી પડશે. નડિયાદવાલા ઈચ્છે છે કે તે કિક ટુના ર્નિદેશનમાં સંપૂર્ણ સમય આપે અને પ્રોડક્શન સરળતાથી પાર પડે. અભિનેતા સલમાન ખાન અને પ્રોડ્યુસર-ડાયરેક્ટર સાજિદ નડિયાદવાલા ખાસ મિત્રો છે અને તેઓ કિક ટુમાં ફરી સાથે જાેડી જમાવશે જેને લઈને દર્શકોમાં આતુરતા જાેવા મળી રહી છે.




