
AMCને ૫૦૦ કરોડની આવક થવાની સંભાવના.અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે.વ્યાજ માફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકત માટે વ્યાજમાં સો ટકા માફી અપાશ.ફેબુ્આરી-૨૦૨૬માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ સમાપ્ત થઈ રહી છે. આ અગાઉ મતદારોને આકર્ષવા ફરી એક વખત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં માફી આપવાનો રેવન્યુ કમિટીમાં ઠરાવ કરાયો છે.
જાન્યુઆરી મહિનામા નવી મિલકતો પૈકી રહેણાંકની મિલકતો માટે ૮૫ તથા કોમર્શિયલ મિલકત માટેના કરદાતાઓને ૬૫ ટકા સુધી વ્યાજ માફી આપવામાં આવશે. વ્યાજ માફી યોજનાના કારણે કોર્પોરેશનને રુપિયા ૫૦૦ કરોડની આવક થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.અમદાવાદમાં ૧૫ લાખથી વધુ રહેણાંક તથા ૭ લાખથી વધુ કોમર્શિયલ મિલકતો આવેલી છે. કુલ મળીને ૨૨ લાખથી વધુ મિલકતોના મિલકતધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેક્સના વ્યાજમા અલગ અલગ સ્લેબમાં માફી આપવાનો ર્નિણય કરાયો છે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલાએ કહયુ, વ્યાજ માફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકત માટે વ્યાજમાં સો ટકા માફી અપાશે.જુની ફોર્મ્યુલા અંતર્ગત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૬ સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે ૧૦૦ ટકા વ્યાજમાફી અપાશે.આ વ્યાજ માફી સ્કીમ વર્ષ-૨૦૨૫-૨૬ના બાકી પ્રોપર્ટી ટેકસ માટે લાગૂ પડશે નહીં.
નવી ફોર્મ્યુલા મુજબ ક્યારે કેટલી વ્યાજ માફી
મહિનો રહેણાંક(ટકા) કોમર્શિયલ(ટકા)
જાન્યુઆરી ૮૫ ૬૫
ફેબુ્આરી ૮૦ ૬૦
માર્ચ ૭૫ ૫૦




