
‘બોલ્ડ’ ફિલ્મોમાં રાજ કરનારી.મલ્લિકા શેરાવતે સોશિયલ મીડિયા પર લખ્યું નો લક, નો શોર્ટ કટ?.અવારનવાર સોશિયલ મીડિયા બોલ્ડ આઉટફીટ કે સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતી તસવીરો મૂકીને ચર્ચામાં રહે છે.બોલીવુડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઓછી એવી એક્ટ્રેસ છે જેણે ઈન્ટરનેશલ ફિલ્મ કરી છે, જે સ્ટાર્સે ઈન્ટરનેશનલ ફિલ્મો કરી એમને ખૂબ સારી ખ્યાતિ મળી અને સ્ટારડમ પણ મળ્યું. પણ બોલિવૂડની એક એવી પણ એક્ટ્રેસ છે જેને ઈન્ટરનેશનલ ફિલ્મો કરી, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલ્ડ ફિલ્મો પણ કરી છતા એનું નામ બોલીવુડની એ કેટેગરીની યાદીમાં પણ નથી. અવારનવાર સોશિયલ મીડિયા બોલ્ડ આઉટફીટ કે સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતી તસવીરો મૂકીને ચર્ચામાં રહે છે, ત્યારે તાજેતરમાં મલ્લિકા શેરાવતે ફરી ચર્ચામાં આવી છે. મુંબઈમાં આવીને સાડી પહેરવાની વાત હોય કે પછી યુરોપ ટૂર. યુરોપ ટૂરની બે-ત્રણ તસવીરો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. મલ્લિકા શેરાવતે કેપ્શનમાં ‘નો લક, નો શોર્ટ કટ’ લખીને લાંબી પોસ્ટ લખી છે, પરંતુ એની નોંધ લાખો લોકોએ લીધી છે. અમુક લોકોએ લખ્યું છે કે ફીટનેસ ક્વીન તો અમુક લોકોએ જી કર રહા જીમ જાેઈન કર લું. વ્યક્તિગત વાત કરીએ તો હરિયાણાના રોહતકમાં જન્મેલી આ યુવતીએ પરંપરા અને રૂઢિચુસ્તતાના બંધન તોડીને ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી. પિતાની વિરૂદ્ધમાં જઈને મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો, પણ પિતા બિલકુલ ઈચ્છતા ન હતા કે દીકરી ફિલ્મી દુનિયામાં કે મોટી સ્ક્રિન પર આવે છે, પરંતુ અત્યારે પણ વિદેશમાં રહીને ચર્ચામાં છવાયેલી રહે છે. પિતાનું એવું માનવું હતું કે, દીકરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જશે તો પરિવારનું નામ પણ ખરાબ થશે.દીકરીના ર્નિણયથી પિતા નારાજ થઈ ગયા એટલું જ નહીં દીકરી-પિતા વચ્ચેના સંબંધો ઉપર પણ પાણી ફરી ગયું. દીકરીને પણ એટલું લાગી આવ્યું છે પિતાએ આપેલું નામ છોડીને તેણે ઈન્ડસ્ટ્રીમાં આવીને પોતાનું નવું નામ સેટ કર્યું પણ સરનેમ પોતાની માતાની અપનાવી લીધી. ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે તેમણે બોલ્ડ સીન આપ્યા, બોલ્ડ ફિલ્મો પણ કરી અને મોડલિંગમાં પણ ઘણી મહેનત કરી. આ એક્ટ્રેસની પહેલી ફિલ્મનું નામ હતું ‘ખ્વાહિશ’ અને આ એક્ટ્રેસનું નામ હતું મિલ્લકા શેરાવત. જેનું ઓરિજિનલ નામ રીમા લાંબા છે. પહેલી ફિલ્મ ૨૦૦૩માં રીલિઝ થઈ, જે એ વર્ષની સૌથી વધુ બોલ્ડ ફિલ્મ પૈકીની એક હતી. આ ફિલ્મમાં ૧૭ કિસિંગ સીન આપ્યા.હિન્દી ફિલ્મોમાં કામ કરવાની સાથે ઈન્ટરનેશનલ ફિલ્મોમાં કામ કરવાની પણ તક મળી. પણ મલ્લિકા ક્યારેય બોલીવુડની એ કેટેગરીની એક્ટ્રેસની યાદીમાં સામેલ ન થઈ શકી. એટલું જ નહીં બોલીવુડમાંથી કોઈ એવી ફિલ્મો ન મળી જેમાં તે લીડ એક્ટ્રેસ તરીકે આવી હોય અને એ ફિલ્મ બોક્સઓફિસ પર હીટ ગઈ હોય. છેલ્લે ‘વિક્કી વિદ્યા કા વો વાલા’ વિડિયો નામની ફિલ્મમાં જાેવા મળી હતી. જેકી ચેન સાથે ‘ધ મિથ’ નામની પણ ફિલ્મ કરી. આ સિવાય અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પોલિટિક્સ ઓફ લવ’માં પણ એક્ટિંગ કરવાનો ચાન્સ મળ્યો. ચીનની એક્શન-એડવેન્ચર ફિલ્મ ટાઈમ રેકોર્ડમાં પણ અભિનય કર્યાે. બોલિવૂડની વાત કરવામાં આવે તો ‘મર્ડર’, ‘માન ગયે મુગલે આઝમ‘ જેવી ફિલ્મો કરી. હિસ મલ્લિકા શેરાવતની સૌથી બોલ્ડ ફિલ્મ માનવામાં આવે છે, જે વર્ષ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એની સાથે ઈરફાન ખાને પણ અભિનય કર્યાે હતો.



