
નીનાની આગામી ફિલ્મ ચુંબક ટુંક સમયમાં રિલીઝ થશે ‘જૂની પેઢીના કલાકારોમાં ઈગો અને અસુરક્ષા વધુ હોય છે’ : નીના ગુપ્તા ‘ચુંબક’માં નીના ગુપ્તા સાથે કામ કરનારાં મોટાભાગનાં કલાકારો તેમનાથી ૨૦ વર્ષથી વધુ નાની ઉંમરના છે
ચાર દાયકાથી વધુ સમયથી મનોરંજન જગતમાં સક્રિય રહેલાં પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની લાંબી કારકિર્દીમાં બોલિવૂડ, ટીવી અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં અનેક પેઢીનાં કલાકારો સાથે કામ કર્યું છે. જાેકે, ૬૭ વર્ષનાં નીના ગુપ્તાનું કહેવું છે કે તેમને પોતાનાં કરતાં નાની ઉંમરના કલાકારો સાથે કામ કરવું વધુ પસંદ છે. તેમનાં મતે, તેમની પેઢીના કલાકારોમાં ‘ઈગો અને અસુરક્ષા’ વધુ જાેવા મળે છે.ટૂંક સમયમાં તેમની સિરીઝ ‘ચુંબક’ આવી રહી છે, તેના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં નીના ગુપ્તાને પૂછવામાં આવ્યું કે ચારથી પાંચ પેઢીના કલાકારો સાથે કામ કર્યા બાદ કઈ પેઢી સાથે કામ કરવું તેમને સૌથી વધુ મુશ્કેલ લાગે છે. પોતાના સ્પષ્ટવક્તા સ્વભાવ પ્રમાણે તેમણે તરત જ જવાબ આપ્યો, “જુની પેઢી!” નીનાએ કહ્યું કે યુવા પેઢીના કલાકારો સાથે તેઓ ખુબ સારી રીતે હળીભળી જાય છે. તેમણે કહ્યું,“મારે આ યુવા પેઢી સાથે ખુબ સારું બને છે. એવું લાગતું જ નથી કે હું તેમનાથી બહુ વધારે મોટી છું. પરંતુ જ્યારે હું મારી પેઢીના કલાકારો સાથે કામ કરું છું ત્યારે ઘણી તકલીફ થાય છે.” તેમણે પોતાની પેઢીનાં કલાકારોમાં રહેલી અસુરક્ષાનો ઉલ્લેખ કરતાં શૂટિંગ દરમિયાન બનેલો એક પ્રસંગ પણ યાદ કર્યાે. નીનાએ જણાવ્યું કે એક વખત એક અભિનેતા તેમની પાછળ ઊભો હતો અને તેને લાગ્યું કે તે કેમેરાની ળેમમાં દેખાતો નથી. “તેણે મને પાછળ ખેંચી લીધી અને મારી જગ્યા લઈ લીધી. આવું જ છે. તેમનામાં ઈગોની સમસ્યા અને અસુરક્ષા હોય છે.” ‘ચુંબક’માં નીના ગુપ્તા સાથે કામ કરનારાં મોટાભાગનાં કલાકારો તેમનાથી ૨૦ વર્ષથી વધુ નાની ઉંમરના છે. યુવા કલાકારો સાથેનાં પોતાનાં અનુભવ અંગે તેમણે કહ્યું, “હું તેમને કંઈ પણ કહી શકું છું અને તેમને ખરાબ નથી લાગતું. તેથી મને હંમેશાં યુવા કલાકારો સાથે કામ કરવાનું વધુ ગમે છે.” ‘ચુંબક’માં નીના ગુપ્તા સાથે દેવેન ભોજાણી, સંદીપા ધર, સુમીત વ્યાસ, માનસી જાેશી, અમાયરા દસ્તુર, સુમીત રાઘવન, હેલી શાહ, અર્જુન બિજલાણી અને ડેલનાઝ ઈરાની સહિતનો કલાકારોની મોટી કાસ્ટ જાેવા મળશે.




