
સરબજીત, હાઇવે, જિસ્મ ૨ જેવી ફિલ્મો માટે જાણીતા છ.ઇન્ડસ્ટ્રીમાં લોકો નાજુક ઇગો અને અસુરક્ષાથી ભરેલા છે : રણદીપ હુડા.રણદીપે કહ્યું કે રામ ગોપાલ વર્મા સાથે થયેલા મતભેદ સિવાય તેણે ક્યારેય કોઈ દિગ્દર્શક સાથે અપમાનજનક વર્તન કર્યું નથી.સરબજીત, હાઇવે, જિસ્મ ૨ જેવી ફિલ્મો માટે જાણીતા છે, રણદીપ હૂડાએ તાજેતરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના વિશે બનેલી “રૂડ” અને “ડિફિકલ્ટ” વ્યક્તિની છબીને લઈને વાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે બોલિવૂડમાં તેની સીધી અને સ્પષ્ટ કહી દેવાની રીતને ઘણીવાર ખોટી રીતે સમજવામાં આવે છે.રણદીપે કહ્યું કે રામ ગોપાલ વર્મા સાથે થયેલા મતભેદ સિવાય તેણે ક્યારેય કોઈ દિગ્દર્શક સાથે અપમાનજનક વર્તન કર્યું નથી. ફિલ્મ સેટ્સ પર અફવાઓ કેવી રીતે ફેલાય છે તે વિશે વાત કરતા રણદીપે કહ્યું, “મને ખબર નહોતી કે ફિલ્મોમાં થતી ચર્ચાઓનું મુખ્ય માધ્યમ આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય છે. જ્યારે તમે શૂટ માટે તૈયાર થઈ રહ્યા હો અને કંઈક બરાબર ન લાગતું હોય — કદાચ લૂક યોગ્ય ન હોય અથવા સીનમાં કંઈક સમજાતું ન હોય — અને એ દરમિયાન આસિસ્ટન્ટ ડિરેક્ટર દર મિનિટે દરવાજાે ખખડાવીને પૂછે, ‘સર, રેડી?’ તમે પહેલેથી જ એમને પાંચ મિનિટ આપવાની વાત કહી હોય, ત્યારે અંદરનો જાટ બહાર આવી જાય છે.”તેણે આગળ કહ્યું, “મને લાગે છે કે વાતને વધારીને રજૂ કરવામાં આવી હતી, કારણ કે હું લોકોને બહુ મળતો નહોતો, તેથી ‘ચાઇનીઝ વિસ્પર્સ’ની જેમ વાતો હકીકત કરતાં ઘણી મોટી બની ગઈ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાજુક કાચ જેવા અહંકાર અને અસુરક્ષાથી લોકો ભરેલા છે. હું પહેલા ડિપ્લોમેટિક નહોતો. હરિયાણાનો હોવાને કારણે હું મનમાં જે હોય એ બોલી નાખતો, ‘અરે, શું બકવાસ સીન લખ્યો છે યાર’ પરંતુ હું એ ડિરેક્ટરને જ કહી રહ્યો છું અને તેને ખબર છે કે હું ક્યાંથી આવી રહ્યો છું. પણ આજે કદાચ હું એમ કહું, ‘ભાઈ, બધું સરસ છે, પરંતુ મને આ કરવામાં કમ્ફર્ટેબલ લાગતું નથી.’ પરંતુ અર્થ તો એ જ રહે છે.”



