
પત્રલેખાના વધેલા વજન અંગે કેટલાંક પાપરાઝીએ ટીકા કરી હતી પત્રલેખાનો બોડી-શેમર્સને જવાબ : “મેં કોઈ પહાડ નથી ખાધો”
પત્રલેખા અને રાજકુમાર રાવે ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, તેમની ચોથી લગ્ન વર્ષગાંઠે, એક દીકરીનું સ્વાગત કર્યું હતું પત્રલેખાએ બાળકનાં જન્મ પછી વધેલાં વજનને લઈને ટ્રોલ કરનારાં લોકોને કડક જવાબ આપ્યો છે. તેણે ગયાં વર્ષે નવેમ્બરમાં રાજકુમાર રાવ સાથે દીકરીને જન્મ આપ્યો હતો.એક્ટ્રેસ અને ફિલ્મ પ્રોડ્યુસર પત્રલેખા દિકરીની ડિલિવરી બાદ વધેલા વજન માટે થતા ટ્રોલિંગને અવગણતી નથી. તાજેતરમાં તે લાંબા સમય પછી જાહેરમાં જાેવા મળી હતી ત્યારે તેનાં શરીર અંગે કેટલાંક પાપરાઝી દ્વારા કરાયેલાં નિવેદનો અને ટીકા સામે તેણે ખુલીને પોતાનો જવાબ પણ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની પત્ની પત્રલેખાએ પાપારાઝી અને ટ્રોલર્સને “થોડું દયાળુ બનવાનું શીખો” એવી સલાહ આપી હતી.પત્રલેખા અને રાજકુમાર રાવે ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, તેમની ચોથી લગ્ન વર્ષગાંઠે, એક દીકરીનું સ્વાગત કર્યું હતું. પ્રેગનન્સી બાદની સાજા થવાની પ્રક્રિયા, નવજાત બાળકની સંભાળ અને પોસ્ટપાર્ટમ લાગણીઓ વચ્ચે, પત્રલેખાએ સાથે સાથે બે ફિલ્મો પ્રોડ્યૂસ કરવાની જવાબદારી પણ સંભાળી છે.પરંતુ નવી માતાને સપોર્ટ કરવાને બદલે, કેટલાક લોકોએ તેનાં વજન અંગે નકારાત્મક વાતો કરી. આ પરિસ્થિતિમાં પત્રલેખાએ મજબૂતીથી જવાબ આપ્યો અને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લાંબી પોસ્ટ લખીને પાપારાઝી પેજીસને ઠપકો આપ્યો હતો.તેણે લખ્યું, “મારી સાથે શું થયું છે? મેં બાળકને જન્મ આપ્યો છે. હા, મારું વજન વધ્યું છે, જે તમને અજીબ લાગે છે. હું કોઈ પહાડ ખાઈને નથી બેઠી; મેં ફક્ત બાળકને જન્મ આપ્યો છે અને સાથે બે ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે— જે સહેલું કામ નથી.”તેણે આગળ ઉમેર્યું, “જાે મારા માટે શક્ય હોત તો હું આવી ન દેખાતી હોત. પરંતુ ગર્ભાવસ્થાના કારણે મારા શરીરે આવી પ્રતિક્રિયા આપી છે. ભગવાન માટે, કૃપા કરીને થોડાં દયાળુ બનવાનું શીખો.”પ્રસૂતિ પછી અભિનેત્રીઓને વજન વધારાને કારણે બોડી-શેમ કરવાનો ટ્રેન્ડ સામાન્ય છે. ઐશ્વર્યા રાય બચ્ચન, બિપાશા બાસુ અને સોનમ કપૂર જેવી અનેક અભિનેત્રીઓએ પણ આવા નકારાત્મક નિવેદનોનો સામનો કર્યાે છે. જાેકે, તેમણે પણ સોશિયલ મીડિયા પર જ આ ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.પત્રલેખાની વાત કરીએ તો, અભિનેત્રીએ જન્મનાં થોડા અઠવાડિયા પછી તેની દીકરીનું નામ જાહેર કર્યું હતું. પતિ રાજકુમાર અને બાળકના હાથ સાથેની તસવીર શેર કરીને તેણે લખ્યું, “જાેડેલાં હાથ અને ભારે હૃદય સાથે, અમે અમારા સૌથી મોટા આશીર્વાદને રજૂ કરીએ છીએ—પાર્વતી પૉલ રાવ.”



