
આ વેબ સિરીઝ અવિનાશ અરુણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે રાજકુમાર હિરાનીનો વેબ શો ‘પ્રિતમ એન્ડ પેદ્રો’ ૩ જુલાઈથી સ્ટ્રીમ થશે પ્રિતમ એન્ડ પેદ્રોનીની વેબ સિરીઝ સાથે રાજ કુમાર હિરાની ઓટીટીની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યા છે ઘણી વખત મોટી વાર્તા પણ સૌથી અણધાર્યા સંકેત સાથે શરૂ થાય છે. બીચ પર એક એટીએમ રેઢું પડ્યું છે, કોઈ બે અજાણઅયા લોકો તેની બાજુમાં ઉભા છે અને આ રહસ્ય પર અનેક લોકોને તરત જ ખુબ ઉત્સુકતા જન્મે છે. આવી કંઈક વાર્તા છે, પ્રિતમ એન્ડ પેદ્રોની. આ સિરીઝ સાથે રાજ કુમાર હિરાની ઓટીટીની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યા છે. આ સિરીઝમાં પણ તેઓ જે પ્રકારની ફિલ્મો માટે જાણીતા છે, એવી હુંફ, લાગણીઓ અને માનવીઓ વાતોનું મિશ્રણ જાેવા મળશે પરંતુ ફિલ્મના બદલે લાંબા ફોર્મેટમાં. તેમના વેબમાં પ્રવેશ સાથે દર્શકોને પણ એક તંદુરસ્ત મનોરંજન અને તાજગીસભર વાર્તાની અપેક્ષા છે. પ્રિતમ એન્ડ પેદ્રો અવિનાશ અરુણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જે દર્શકો માટે કશુંક અલગ, નવું છતાં જમીનથી જાેડાયેલું અને અણધાર્યું છે, છતાં તેની વાર્તા બિલકુલ ગુપ્ત રહે છે.આ સિરીઝ ૩ જુલાઈથી હોટસ્ટાર પર આવી રહી છે, ત્યારે જિયો સ્ટારના હિન્દી અને ઇંગ્લિશ એન્ટરટેઇન્મેન્ટના હેડ આલોક જૈને જણાવ્યું કે, “અમે માનીએ છીએ કે અતિ ઉત્સુકતા જગાવનારી વાર્તાઓ એવી હોય છે, જેના મૂળ ખુબ ઉંડા હોવા છતાં તેની વાર્તા વિશ્વકક્ષાએ મનોરંજન આપી શકે એવી હોય. જે વાર્તાઓ હુંફ, રમુજ, લાગણી અને માનવીય જાેડાણનાં તત્વો ધરાવતી હોય તે દર્શકોના મનમાં પણ ખાસ સ્થાન ધરાવે છે. આ રીતે દર્શકોના મનમાં ખાસ અને સતત છાપ છોડનારા રાજકુમાર હિરાની જેવા બહુ ઓછા મેકર્સ હોય છે. તેમની સાથે પ્રિતમ અને પેદ્રો માટે જાેડાતા અમે પણ બહુ ખુશ છીએ.”જ્યારે આ સિરીઝ વિશે રાજકુમાર હિરાનીએ જણાવ્યું, “જ્યાં બિલકુલ અલગ પ્રકારના લોકોએ એકબીજા સાથે મળીને જીવનમાં આગળ વધવું પડે તેવી પરિસ્થિતિ ઉભી કરતી વાર્તાઓ મને બહુ ગમે છે. પ્રિતમ એન્ડ પેદ્રોમાં ઘણી હુંફ, રમુજ અને ગાંડપણ રહેલું છે. લાંબા ફોર્મેટના કારણે અમને આ પાત્રો સાથે વધુ સમય વિતાવવાની તક મળી. અમારા માટે પણ આ અલગ અનુભવ રહ્યો છે અને જિયો હોટસ્ટારની મદદથી દર્શકો સમક્ષ કશુંક નવું લાવવાનો અમને આનંદ છે.”



