
‘ઇસ લડકે કા કુછ નહીં હોગા’ રિચાને અલી ફઝલ સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઈ હતી રિચા ચઢ્ઢા અને અલી ફઝલની પહેલી મુલાકાત ૨૦૧૨માં આવેલી ફિલ્મ ફુકરેના સેટ પર થઈ હતી બોલિવૂડ અભિનેતા અલી ફઝલ માટે ૨૦૨૬નું વર્ષ શાનદાર સાબિત થઈ રહ્યું છે. તેણે હિટ ફિલ્મ મિર્ઝાપુર: ધ મૂવીમાં કામ કર્યું છે અને પ્રાઇમ વીડિયો ઇન્ડિયાની ક્રાઇમ સિરીઝ રાખ તેમજ શાકુન બત્રાના લસ્ટ સ્ટોરીઝ ૩ના સેગમેન્ટમાં પણ જાેવા મળ્યો છે. તાજેતરની એક મુલાકાતમાં રિચા ચઢ્ઢાએ અલી ફઝલની સફળતા વિશે વાત કરતાં તેના સંઘર્ષના દિવસોથી લઈને આજની સફળતા સુધીની સફર યાદ કરી હતી.સ્કીરન સાથેની વાતચીતમાં રિચાએ જણાવ્યું કે અલીની આજની સફળતા વર્ષાેની મહેનતનું પરિણામ છે અને તેને જાેઈને તેને માત્ર ખુશી થાય છે. તેણે કહ્યું, “અલબત્ત, વાત માત્ર એકબીજાને સાથ આપવાની નથી, પરંતુ આ વર્ષે એવું કંઈ જટિલ નથી. અમે લાંબા સમયથી સાથે છીએ. અમારાં લગ્નને છ વર્ષ થયાં છે. ૨૦૨૬માં જ્યારે હું તેની વર્ષાેની મહેનતનું પરિણામ જાેઉં છું, ત્યારે તેમાં કોઈ જટિલતા નથી. માત્ર નિખાલસ ખુશી છે.”અલીના સંઘર્ષના દિવસોને યાદ કરતાં રિચાએ કહ્યું, “મેં તેને એ સમયથી જાેયો છે જ્યારે તે એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને તેની પાસે એક સાયકલ હતી. તે માત્ર મારો જીવનસાથી જ નથી, પરંતુ મારો મિત્ર પણ છે. તેને તમામ મુશ્કેલીઓ પાર કરીને આગળ વધતો જાેવો એ એક અલગ જ લાગણી છે. મને એવું લાગે છે કે મેં તેને આ દિવસ માટે જ ઉછેરીને મોટો કર્યાે છે.”રિચાએ જણાવ્યું કે અલી ફઝલ સાથે સંબંધમાં રહેવા બદલ તેને કેટલાક લોકોએ ચેતવણી પણ આપી હતી. લોકોને લાગતું હતું કે અલીની કારકિર્દી આગળ નહીં વધે અને તે જીવનમાં કંઈ ખાસ હાંસલ નહીં કરી શકે. રિચાએ કહ્યું કે જ્યારે તેણે અલી સાથેના સંબંધની જાહેરાત કરી ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે સભ્યોએ તેને ખુલ્લેઆમ ફોન કરીને કહ્યું હતું, ‘આ છોકરાનું કંઈ નહીં થાય.’રિચાએ વધુમાં જણાવ્યું કે જ્યારે અલી ફઝલને ૨૦૧૭માં હોલિવૂડ ફિલ્મ વિક્ટોરિયા એન્ડ અબ્દુલમાં કામ કરવાની તક મળી ત્યારે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેત્રી જુડી ડેન્ચે મુખ્ય ભૂમિકા ભજવી હતી.રિચાએ અલીની પ્રશંસા કરતાં કહ્યું કે જુડી ડેન્ચ જેવી દિગ્ગજ અભિનેત્રી સામે પોતાની ઓળખ જાળવી રાખવી અત્યંત મુશ્કેલ છે, પરંતુ અલીએ આ કામ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું.રિચા ચઢ્ઢા અને અલી ફઝલની પહેલી મુલાકાત ૨૦૧૨માં આવેલી ફિલ્મ ફુકરેના સેટ પર થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. ૨૦૧૭માં બંનેએ પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યાે હતો.




