
મુંબઈના CSMT સ્ટેશન પર ૨૬/૧૧ના આતંકી હુમલાના કેસ પર આધારિત ફિલ્મનું ટ્રેલર લોન્ચ થશે પહેલી વાર આ સ્ટેશન પર રાજકુમાર રાવ સ્ટારર ‘પ્રહાર’નું ટ્રેલર ૨૯ સપ્ટેમ્બરે લોન્ચ થશે મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પહેલીવાર કોઈ ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. મેડોક ફિલ્મ્સની આગામી કોર્ટરૂમ ડ્રામા પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઉજ્જવલ નિકમનું ટ્રેલર ૨૯ સપ્ટેમ્બરની સાંજે CSMT ખાતે લોન્ચ કરવામાં આવશે. આ પ્રસંગે રાજકુમાર રાવ, વામિકા ગબ્બી, નિર્માતા દિનેશ વિજાન, જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમ અને દિગ્દર્શક અવિનાશ અરુણ હાજર રહેવાની શક્યતા છે.ફિલ્મની કહાણી સાથે CSMT જાેડાણ પણ ખાસ છે. પ્રહારમાં જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમ દ્વારા લડવામાં આવેલા કેટલાક મહત્વના કેસો અને કાનુની સંઘર્ષાેને રજૂ કરવામાં આવ્યા છે. તેમાં ૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલા અને આરોપી અજમલ કસાબ સામે ચાલેલા કેસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.૨૬ નવેમ્બર, ૨૦૦૮ની રાત્રે આતંકવાદીઓએ CSMT ને પણ નિશાન બનાવ્યું હતું. હુમલામાં જીવતો ઝડપાયેલો એકમાત્ર આતંકવાદી અજમલ કસાબ બાદમાં વિશેષ અદાલતમાં ચાલેલા કેસમાં આરોપી બન્યો હતો અને ઉજ્જવલ નિકમ આ કેસમાં વિશેષ સરકારી વકીલ હતા. તેથી ફિલ્મનું ટ્રેલર એ જ સ્થળે લોન્ચ થવું તેની કહાણી સાથે સીધું જાેડાણ ધરાવે છે.CSMT પર અગાઉ પણ ફિલ્મી કલાકારોની પ્રમોશનલ પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. ૨૦૧૯માં કંગના રણોતે પંગાના પ્રમોશન દરમિયાન ટિકિટ કાઉન્ટર પર બેસીને મુસાફરોને લોકલ ટ્રેનની ટિકિટ આપી હતી. ૨૦૧૮માં અનુપમ ખેરે સેન્ટ્રલ રેલવેના ‘એક સફર રેલ કે સાથ’ સુરક્ષા અને જનજાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો.જાેકે પ્રહારનું ટ્રેલર લોન્ચ CSMT પર યોજાનાર સંપૂર્ણ ફિલ્મ પ્રમોશનલ ઇવેન્ટ તરીકે ખાસ બની રહ્યું છે. ઇવેન્ટ સ્ટેશનના પ્રમાણમાં ઓછા ભીડવાળા ભાગમાં યોજાશે, પરંતુ સાંજના પીક અવર્સ દરમિયાન કાર્યક્રમ હોવાથી આયોજકો અને રેલવે તંત્ર માટે મુસાફરોની અવરજવર તથા ભીડનું સંચાલન મહત્વનું રહેશે.




