
ફિલ્મમાં કોમેડી અને સુપરહીરો તત્વોનું મિશ્રણ હશે સલમાન ખાન રાજ અને ડીકેની આગામી ફિલ્મમાં સુપરહીરો અવતારમાં આવી શકે ફિલ્મનું નિર્માણ મૈથરી મુવી મેકર્સ અને રીલ લાઇફ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા થવાનો અંદાજ છે.
એક તરફ સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ની રાહ જાેવાઈ રહી છે, ત્યારે હવે બીજી તરફ સલમાન એક સુપરહિરો અવતારમાં જાેવા મળી શકે એવા અહેવાલો છે. એવી ચર્ચા છે કે છેલ્લા ત્રણ મહિનાથી ફિલ્મમેકર જાેડી રાજ નિદિમોરુ અને ક્રિશઅના ડિ.કે. એટલે કે રાજ એન્ડ ડીકે સાથે સલમાનની ચર્ચા વિચારણાઓનો દોર ચાલે છે. સુત્રોના જણાવ્યા મુજબ હવે આ ચર્ચા એક રસપ્રદ પ્રોજેક્ટ તરફ આગળ વધી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાજ અને ડીકે સલમાન માટે એક અનોખી સુપરહીરો ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જે હોલિવૂડની ફિલ્મ ‘હેંકોક’ જેવી હોવાનો અંદાજ છે.
સુત્રે જણાવ્યું કે ફિલ્મમાં સલમાન ખાન એક એવા સુપરહીરોનો રોલ કરશે જે વર્ષાે સુધી દુનિયાને બચાવ્યા બાદ હવે થાકી ગયો છે અને પોતાનું કામ છોડીને નિવૃત્ત થવા માગે છે. પરંતુ પરિસ્થિતિઓ તેને શાંતિથી જીવવા દેતી નથી અને વારંવાર તેને ફરી એક્શનમાં પાછા ખેંચે છે, જેના કારણે તે વધુ મોટા સંઘર્ષમાં ફસાઈ જાય છે. ફિલ્મમાં કોમેડી અને સુપરહીરો તત્વોનું મિશ્રણ હશે, એટલે કે એક હાઈ-કોન્સેપ્ટ સુપરહીરો કોમેડી ફિલ્મ હશે.સૂત્રો અનુસાર સલમાન ખાનને આ વિચાર ખુબ ગમ્યો છે, પરંતુ તે રાજ અને ડીકે પાસેથી સંપૂર્ણ સ્ક્રીનપ્લેની રાહ જાેઈ રહ્યો છે. સલમાનની મુખ્ય ચિંતા ફિલ્મના બજેટને લઈને છે. તેણે નિર્માતાઓને સુચન કર્યું છે કે ફિલ્મ યોગ્ય બજેટમાં બનાવવામાં આવે, કારણ કે સલમાન અત્યંત મોંઘી સુપરહીરો ફિલ્મ કરવા માટે તૈયાર નથી. અહેવાલ મુજબ, એપ્રિલ ૨૦૨૬માં સલમાન ખાન અને રાજ – ડીકે વચ્ચે સ્ક્રિપ્ટ નેરેશન થવાની શક્યતા છે. જાે બધું આયોજન મુજબ ચાલશે તો ફિલ્મનું શૂટિંગ નવેમ્બર ૨૦૨૬માં શરૂ થઈ શકે છે. ફિલ્મનું નિર્માણ મૈથરી મુવી મેકર્સ અને રીલ લાઇફ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા થવાનો અંદાજ છે.




