
“હું આ પ્રોજેક્ટનો ભાગ નથી”.વિજય સેતુપતિએ ‘રામાયણ’માં વિભીષણ બનવાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું.ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને યશ રાવણ તરીકે નજરે પડશે.તાજેતરમાં સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં એવી ચર્ચા જાેર પકડી રહી હતી કે દક્ષિણ ભારતના લોકપ્રિય અભિનેતા વિજય સેતુપતિ ર્નિદેશક નિતેશ તિવારીની મહાપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ માં વિભીષણનું પાત્ર ભજવશે. જાેકે, હવે ખુદ અભિનેતાએ આ તમામ અફવાઓ પર સ્પષ્ટ અને દ્રઢ શબ્દોમાં વિરામ મૂક્યો છે.વિજય સેતુપતિએ જણાવ્યું છે કે તેઓ ફિલ્મ ‘રામાયણ’ સાથે કોઈપણ રીતે જાેડાયેલા નથી અને આ પ્રકારની ખબર ક્યાંથી ફેલાઈ રહી છે તેની તેમને કોઈ જાણ નથી.
અભિનેતાએ આ વાતને માત્ર ગોસિપ ગણાવીને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મેગા પ્રોજેક્ટનો ભાગ નથી.ઉલ્લેખનીય છે કે ‘રામાયણ’ ફિલ્મ પહેલેથી જ ભવ્ય સ્ટારકાસ્ટને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને યશ રાવણ તરીકે નજરે પડશે. આવા મોટા નામો જાેડાયેલા હોવાને કારણે ફિલ્મ સંબંધિત દરેક નવી વાત ઝડપથી ચર્ચાનો વિષય બની જાય છે.પરંતુ વિજય સેતુપતિની આ સ્પષ્ટતા બાદ, વિભીષણના પાત્રને લઈને ચાલી રહેલી અટકળોને હવે સંપૂર્ણ રીતે અંત આવ્યો છે.




