
સત્તાની ચાવી માટે ખેલાશે જંગબચુ ખાબડના ગઢ ધાનપુરમાં ભાજપ-છછઁ વચ્ચે ટાઈ.આ મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ભાજપના વિજય રથને રોકી દીધો છે અહીં સત્તાના સમીકરણો હવે રોમાંચક વળાંક પર આવી ગયા છે.ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર દાહોદ જિલ્લાની ધાનપુર તાલુકા પંચાયતમાં જાેવા મળ્યો છે. રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય બચુ ખાબડના આ મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ભાજપના વિજય રથને રોકી દીધો છે. અહીં સત્તાના સમીકરણો હવે રોમાંચક વળાંક પર આવી ગયા છે.
ધાનપુર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો પર રસાકસી જામી હતી, જેના પરિણામોએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. ભાજપની સ્થિતિની વાત કરવામાં આવે તો કુલ ૨૪ બેઠકોમાંથી ૪ બેઠકો ભાજપે અગાઉ બિનહરીફ જીતી લીધી હતી.
જાેકે, બાકીની ૨૦ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ માત્ર ૮ બેઠકો જ મેળવી શક્યું છે. આમ ભાજપનું કુલ સંખ્યાબળ ૧૨ પર પહોંચ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ આક્રમક દેખાવ કરતા ૧૨ બેઠકો પર કબજાે કર્યો છે. હવે સ્થિતિ ૧૨-૧૨ની બરાબરી પર આવીને અટકી છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં ‘ઝાડુ‘ એ મજબૂત પક્કડ જમાવી છે.
ધાનપુર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ન મળતા હવે સત્તા કબજે કરવા માટે રાજકીય ખેંચતાણ શરૂ થશે. ધારાસભ્ય બચુ ખાબડ માટે પોતાના જ ગઢમાં સત્તા જાળવી રાખવી હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. આવનારા દિવસોમાં જાેડતોડનું રાજકારણ જાેવા મળે તેવી પ્રબળ શક્યતા છે.



