
પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટનાઅમદાવાદમાં ૫ લાખના તોડ મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડહેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવતા ભ્રષ્ટાચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છેરાજ્યમાં પોલીસની છાપ દિવસેને દિવસે ખરડાઈ રહી છે. પોલીસ ગુનો રોકવા માટે હોય છે, ત્યારે રાજ્યામાં પોલીસ દ્વારા જ ગુના આચરવામાં હોવાની ઘટનામાં વધારો થયો છે. આવામાં પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદ શહેરના નિકોલમાં એક હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આ હેડ કોન્ટેબલ પર તોડબાજી કરવાનો આપો છે.
અમદાવાદ શહેરમાંથી એક તોડબાજ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. નિકોલના હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની તોડબાજી કરવા બદલ ધરપકડ કરી લેવાામં આવી છે. આ હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીએ દાસ્તાન સર્કલ નજીક એક વેપારી પાસેથી તોડ કરીને પૈસા પડાવ્યા હતા. પહેલા આ તોડકાંડમાં બે ટીઆરબી જવાનની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવતા ભ્રષ્ટાચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તો સામે લોકોમાં પોલીસ પ્રત્યે ઘૃણાની લાગણી ફેલાઈ છે.
આ હેડ કોન્ટસ્ટેબલ નાગજી ચૌધરીએ તોડ કરીને વેપારી પાસેથી ૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ તોડકાંડમાં બે ટીઆરબી જવાન અને નાગજી ચૌધરી નામના હેડ કોન્ટસ્ટેબરની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક ટીઆરબી જવાન હજૂ પણ પોલીસ પકડથી દુર છે.
દાસ્તાન સર્કલ પાસેથી વેપારી પાસેથી ૫ લાખ રૂપિયાનો તોડ કરવાના મામલે નિકોલ પોલીસ દ્વારા તોડ કરનારા હેડ કોન્સ્ટેબલ નાગજી શંકરભાઈ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની સૂચનાથી ્ઇમ્ જવાનોએ ગાડી રોકી હતી. જે બાદ વેપારી સાથે ૫ લાખ રૂપિયાનો તોડ કરીને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
આ તોડના પૈસા આરોપી હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીએ અલગ અલગ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરી આઈ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. આ સમગ્ર મામલે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે.




