
સરપંચ અને ગામવાસીઓની અનેત રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય. છોટાઉદેપુરનાં બોકરાડા ગામે છેલ્લા ૧૫ દિવસથી વીજ પુરવઠો બંધ.લોકોએ ટોર્ચ અને મોબાઈલ જેવા જીનવજરૂરી સાધનો ચાર્જ કરવા રાજ્યની બોર્ડર પાર કરવા મજબૂર બન્યા છે.આજથી પંદર દિવસ પહેલા બોકડિયા ગામે અચાનક લાઇટ પુરવઠો બંધ થઈ ગયો અને બે અઠવાડિયા વીતી જવા છતાં આખું ગામ આજે પણ અંધારાપટ છે. ચાર હજારની વસતી ધરાવતા આ ગામના લોકો દીવાના સહારે રાત વિતાવી રહ્યા છે. ત્યારે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર જાણે ઘોરનિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
ગામના લોકોનું કહેવું છે કે, આજથી ૧૫ દિવસ પહેલા ્ઝ્ર બળી ગયું છે. જે બાદ ગામના ૨૦૦ જેટલા લોકો કચેરીએ જઈ રજૂઆત કરવા પહોંચ્યા તો અધિકારી તેમની વાત સાંભળી નહીં અને કચેરી બંધ કરીને જતા રહે છે. આ અંગે ગામના સરપંચ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે અધિકારીઓ આ નેતાઓની વાત પણ ન સાંભળતા હોવાનું સરપંચના પતિનું કહેવું છે.
ગામના મોભી મહિલા સરપંચ છે અને તેમને પણ તંત્રમાં વારંવારની રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં. તેમનું કહેવું છે કે, વીજ પુરવઠો ન હોય ગામમાં આવેલ લોટ દળવાની ઘંટી પણ બંધ છે. જેથી જે રીતે પૌરાણિક સમયમાં હાથ ઘંટી ચલાવી મહિલાઓ લોટ દળતી હતી, તે રીતે આજે હાથ ઘંટીથી લોટ દળવાનો વારો આવ્યો છે. ગામની કોઈક પ્રસુતા મહિલાને હોસ્પિટલ પહોંચાડવી હોય તો ૧૦૮ને કેમ કરીને ફોન કરે કારણ ફોન પણ ચાર્જ થઈ શકતો નથી.
ગામના તમામ લોકોને વીજ પુરવઠા વિના ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તેમના માટે માત્ર દીવાનો સહારો છે. કારણ લાઇટ માટે બેટરી ચાર્જ પણ કરી શકાતી નથી. બાળકોને અભ્યાસ કરવો હોય તો પણ દીવાનો સહારો લેવો પડે છે. બેટરી અને મોબાઈલ ચાર્જ કરવા હોય તો નજીકમાં આવેલ મધ્ય પ્રદેશના ગામોમાં જવું પડે.
આ અંગે સ્ય્ફઝ્રન્ના અધિકારી પણ હકીકતથી વાકેફ છે. તેમનું કહેવું છે કે ટી.સી. બળી ગઈ હોવાનો રિપોર્ટ મળી ગયો છે. પરંતુ તેઓ વાત કરી રહ્યા છે વારાનો વારો આવશે એટલે ત્યાં કામગીરી કરવામાં આવશે. પરંતુ ૧૫ દિવસ બાદ પણ ૪૦૦૦ વસ્તીવાળું આ આખું ગામ અંધારાપટ છે અને મોબાઈલ જેવી જરૂરિયાત વાળી વસ્તુઓ ચાર્જ કરવા રાજ્યની બોર્ડર પાર કરવા મજબૂર બન્યા છે, ત્યારે આ મામલે ક્યારે ઉકેલ આવશે તે સવાલ ઉઠી રહ્યો છે.
આપણે એક દિવસ પણ લાઇટ વિના રહી શકતા નથી, ત્યારે બોકડિયા ગામના લોકો છેલ્લા ૧૫ દિવસથી અંધારા ઉલેચવા મજબૂર બન્યા છે. પરંતુ તેમની વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી.
ગામમાં સુવિધા અપાવવાની જવાબદારી સરપંચની છે, પરંતુ આ સરપંચ જ હાલ મજબૂર બન્યા છે. કારણ તેમની વાત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. હવે જ્યારે આ અહેવાલ ઉચ્ચ અધિકારી સુધી પહોંચશે, ત્યારે ગામના લોકોની સમસ્યા દૂર થશે કે પછી જેસે થે સ્થિતિ રહેશે? તે જાેવાનું રહ્યું
