Gujarat News: જુનાગઢમાં શિવરાત્રીના મેળા દરમ્યાન અચાનક જ ગિરનારના પ્રથમ પગથિયે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ધારાસભ્યને થતા તેઓ પણ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડ દ્વારા કોઈ મોટી દુર્ઘટનાં સર્જાય તે પહેલા ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી.
ભવનાથના મેળાને બે દિવસ પૂર્ણ થયા છે. બે દિવસમાં 6 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ પોતાનાં પ્રાઈવેટ વાહનો લઈ મેળામાં આવતા હોય છે. ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે મહાશિવરાત્રીનાં મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ વખતે પણ જૂનાગઢ પોલીસ દ્વારા મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં બે એસઆરપી કંપની, 150 પોલીસ અધિકારીઓ, 2500 થી વધુ પોલીસ સહિત કુલ 3000 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયેલા છે.
મેળામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
જુનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં પાંચ જગ્યાઓ પર પલ્બિક એલાઉન્સમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. તેમજ મેળામાં સાત વોચ ટાવર પણ ગોઠવવામાં આવ્યા છે. જેથી મેળામાં ચાંપતી નજર રાખી શકાય. શિવરાત્રીનાં મેલામાં 80 થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે પણ પોલીસની અલગ અલગ ટીમો મેળામાં કાર્યરત છે.
પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ માટે ત્રણ સ્ટેશન ટીમની રચના કરવામાં આવી
આ સંદર્ભે નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું કે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ છે. જેની અમલવારી માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છે, સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના એન્ટ્રી પોઇન્ટ પર કાર્યરત રહેશે.
અને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક ન તેનું ધ્યાન રાખશે ઉલ્લેખનીય છે કે, તંત્ર આ વખતે કોઈપણ જાતની ઢીલાસના મૂડમાં નથી. લોકોને સહયોગ આપવા અપીલ કરી છે. સાથે સહયોગ ન કરનાર લોકો વિરુદ્ધ કાયદાની અમલવારી થશે અને દંડ સહિત પ્રમાણે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
સંપૂર્ણ પણે પ્લાસ્કિટ પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા 27 ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી અને પ્લાસ્ટિકથી પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.
ગિરનારની સીડી પર ડસ્ટબીન મુકવામાં આવ્યા
ગિરનાર સીડી પર પણ હિન્દી, ઈંગ્લીશ, ગુજરાતી ભાષા ઉપરાંત મહારાષ્ટ્રમાંથી સવિશેષ દત્તાત્રેય ભગવાનના દર્શન માટે ભાવિકો આવતા હોવાથી મરાઠીમાં પણ જનજાગૃતિ અંગેના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે. તેમજ 250 જેટલા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. સાથે મેળા દરમિયાન ગિરનાર સીડી ખાતે સફાઈનું સ્તર પણ જળવાઈ રહે તે માટે 200થી વધારે સફાઈ કર્મીઓ ખડે પગે રહેશે.