
ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે નક્કી કર્યા ઉમેદવારો વિવિધ વોર્ડમાં ઉમેદવારોના નામ ટેલિફોનિક રીતે જાહેર કરાયા છે અમદાવાદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની ગઈ છે. પાર્ટી દ્વારા વિવિધ વોર્ડમાં ઉમેદવારોને ટેલિફોનિક રીતે માહિતી આપવામાં આવી રહી છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને બોડકદેવ, સરખેજ, વેજલપુર અને જાેધપુર વિસ્તારોમાં ઉમેદવારોના નામ જાહેર થતા સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બોડકદેવ વોર્ડમાં ભાજપે વર્તમાન કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને ફરી તક આપી છે. તેમની સાથે એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈને પણ ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ભાવનાબેન પટેલ અને પારુલ મકવાણા પર પણ પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેનાથી આ વોર્ડમાં અનુભવી અને નવા ચહેરાનો સમન્વય જાેવા મળે છે.
સરખેજ અને વેજલપુર વિસ્તારોમાં પણ ઉમેદવારોને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી છે. સરખેજ વોર્ડ માટે રાજુ શુક્લા, દ્વિયેશ ત્રિપાઠી, હેમા શાહ અને જેઠી ભરવાડના નામ સામે આવ્યા છે. જ્યારે વેજલપુર વોર્ડમાં દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર અને જુલી ચૌહાણને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બંને વિસ્તારોમાં પાર્ટી દ્વારા સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
જાેધપુર વોર્ડમાં ભાજપે મહિલા ઉમેદવાર ભારતીબેન ગોહિલને ફરી તક આપી છે, જ્યારે બાકીના ત્રણ સ્થાને નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ભાગ્યેશ પટેલ, વિનોદ પટેલ (જાખડ) અને નયનાબેન કોટકને ટિકિટ આપીને પાર્ટીએ નવા નેતૃત્વને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે. કુલ મળીને ભાજપે અનુભવ અને નવી ઊર્જા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સાબરમતી વોર્ડ
ચેતન પટેલ – રીપીટ
અંજુ શાહ – રીપીટ
ખુશ્બુ પરમાર
નીરજ ગજ્જર
ચાંદખેડા
યશ જાદવ
હેમલ રાઠવા
હરિપ્રકાશ શર્મા
રીટા પટેલ
સરસપૂર રખિયાલ
રાજકુમાર રાજપૂત
ચિરાગ ઠાકોર
ભારતી વાણિયા રીપીટ
ચંદ્રિકા પટેલ
બાપુનગર
પ્રવિણ પટેલ
જયશ્રીબેન દાસરી
ગોપાલ શેંગર




