
અમદાવાદ રેલવે સ્ટેશન પર એક હૃદયદ્રાવક ઘટના બની.ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઇ.જવાનની આ વીજળીક ઝડપ અને સતર્કતાને કારણે મહિલા મોતના મુખમાંથી બહાર આવી હતી.અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનની સમયસૂચકતાને કારણે એક મહિલાનો જીવ બચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પ્લેટફોર્મ પરથી ટ્રેન ઉપડી રહી હતી ત્યારે એક મહિલાએ દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન મહિલાનો પગ અચાનક લપસી ગયો હતો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેના ખતરનાક ગેપમાં ફસાઈ ગઈ હતી. જાેતજાેતામાં મહિલા ટ્રેનની નીચે ખેંચાવા લાગી હતી,
જેના કારણે પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
આ ગંભીર પરિસ્થિતિ જાેઈને ત્યાં ફરજ પર તૈનાત RPF જવાન તરત જ દોડી આવ્યો હતો અને પોતાની જાનની પરવા કર્યા વગર મહિલાને જાેરથી પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી હતી. જવાનની આ વીજળીક ઝડપ અને સતર્કતાને કારણે મહિલા મોતના મુખમાંથી બહાર આવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જાેઈને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય તેમ છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વારંવાર ચાલુ ટ્રેને ન ચઢવા અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવી બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. હાલમાં આ બહાદુર જવાનની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.




