
ગુજરાતીઓમાં પેટની બીમારી વધી.ગુજરાતમાં ગેસ્ટ્રોના એક વર્ષમાં ૨.૧૫ લાખ ઇમરજન્સી કેસ નોંધાયા.જે ગત વર્ષ કરતા ૨૦ હજારનો અને ઈ.સ.૨૦૨૩ કરતા ૫૨,૦૦૦નો અર્થાત્? બે વર્ષમાં ૩૧ ટકાનો વધારો થયો છે.ગુજરાતમાં ૨૦૨૫ના વર્ષમાં ૯૮,૫૮૨ હૃદયરોગ અને ૧,૩૧,૭૩૨ શ્વસનતંત્રના રોગોના ઈમરજન્સી કોલ ૧૦૮ ઉપર આવ્યા હતા પરંતુ, આ બન્ને રોગ કરતા પણ જેના પર ઓછુ ઘ્યાન જતું હોય છે તે પેટના રોગો (એબડોમીનલ પેઈન) સૌથી વધુ નોંધાય છે.
વર્ષમાં પેટના દુખાવાથી હોસ્પિટલે પહોંચવાની જરૂર પડી હોય તેવા ઈમરજન્સી કેસો ૨,૧૫,૪૩૮ નોંધાયા છે જે ગત વર્ષ કરતા ૨૦ હજારનો અને ઈ.સ.૨૦૨૩ કરતા ૫૨,૦૦૦નો અર્થાત્? બે વર્ષમાં ૩૧ ટકાનો વધારો થયો છે.
જેમ શહેર મોટુ તેમ પેટના રોગો વધારે જાેવા મળ્યા છે. કૂલ ૨.૧૫ લાખ કેસોમાં આશરે ૬૧ હજાર કેસો તો માત્ર અમદાવાદ જિ.માં અને ૨૬ હજાર કેસો સુરતમાં છે જે કૂલ કેસોના ૪૦ ટકાથી વધારે છે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા, વલસાડ જિલ્લામાં પણ ૮ હજારથી વધુ કેસો છે અને તાપી જિલ્લામાં વસ્તી માત્ર ૯ લાખની (રાજકોટથી ત્રીજા ભાગથી ઓછી) છતાં ત્યાં ૭ હજારથી વધુ કેસો છે. ઉલ્લેખનીય છે કે પેટના આ રોગો એ પ્રસુતાની પીડાના (પ્રેગનન્સી સંબંધી) ૩.૭૬ લાખ કેસથી જુદા છે.
પેટમાં વધુ પડતી ગરબડ થાય અને એમ્બ્યુલન્સ બોલાવવી પડી તેના મુખ્ય કારણોમાં (૧) અપચો,ગેસ,કબજીયાત (૨) ભેળસેળિયો ખોરાક, ઝાડા (૩) સ્ટમક ફ્લુ એટલે કે વાયરસથી ફેલાતા રોગો (૪) લાંબા સમય ઘ્યાન નહીં રાખતા ગેસ્ટ્રીટીઝ, એપેન્ડીસિટીઝ, ગોલ સ્ટોન (પિતાશયની પથરી) અને તેના કારણે પેન્ક્રીયાટિટીસ ઉપરાંત મૂત્રમાર્ગમાં ઈન્ફેક્શન (યુ.ટી.આઈ.) થવા (૪) ચિંતાથી પેટમાં થતી ગરબડના પગલે થતા ક્રોનિક (લાંબા સમયના) આઈ.બી.એસ. , આઈ.બી.ડી. ઉપરાંત (૫) અનિયંત્રીત એસિડીટીથી એસીડ રિફ્લક્સ, ગર્ડ, અલ્સરવ વગેરે સમાવિષ્ટ છે. આ ઉપરાંત પેટમાં દુખાવા માટે શારિરીક અને માનસિક અનેક કારણો હોય છે.




