
ગુજરાતમાં ચકચાર મચી જાય તેવી ઘટના.રાજપીપળાના બંધ મકાનમાંથી મળ્યા ૪૦ વાઘના ચામડા અને ૧૩૩ નખ.મંદિરના ટ્રસ્ટી દ્વારા શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી.રાજપીપલા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી રાજપીપલા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ૪૦થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં રાજપીપલા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમે મંદિર ખાતે પહોંચીને તપાસ હાથ ધરી હતી. વનવિભાગની તપાસ દરમિયાન કુલ ૩૭ આખા વાઘના ચામડા, ૪ ચામડાના ટુકડા તથા અંદાજે ૧૩૩ વાઘના નખ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ તમામ વસ્તુઓ મંદિરના તે રૂમમાંથી મળી આવી છે, ત્યાં મંદિરના મહારાજ રહેતા હતા. વનવિભાગને આ મામલો ગંભીર અને શંકાસ્પદ લાગતાં મળેલા નખ અને ચામડાંને એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. સાથે જ વન અધિનિયમ હેઠળ તસ્કરીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે, આ ચામડાં અંદાજે ૩૫ વર્ષથી વધુ સમયથી આ સ્થળે હોવાની શક્યતા છે. નોંધનીય છે કે મંદિર ખાતે રહેતા મહારાજનું તા. ૭-૭-૨૦૨૫ના રોજ નિધન થયું હતું. હાલ વનવિભાગ દ્વારા નિધન પામેલા મહારાજ સાથે કોણ-કોણ સંપર્કમાં હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસમાં મોટા માથા નિકળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસના જણાવ્યા અનુસાર, નિધન પામેલા મહારાજ મૂળ મધ્યપ્રદેશના હોવાનું પણ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. મંદિરના જૂના મકાનમાં શંકાસ્પદ ચામડા અને નખ જાેવા મળતાં અમે તરત જ વનવિભાગને જાણ કરી હતી. તપાસ બાદ આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે. જે અત્યંત ચોંકાવનારો મુદ્દો છે.
તપાસ દરમિયાન ૩૭ આખા વાઘના ચામડા, ૪ ટુકડા અને ૧૩૩ જેટલા વાઘના નખ મળ્યા છે. આ સામગ્રી એફ.એસ.એલ.માં મોકલવામાં આવી છે અને વન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.




