
વાયરલ વીડિયોમાં પીડિયાટ્રિક વિભાગના વડા પણ દેખાયા.સુરતની સિવિલમાં આસારામનો ફોટો મૂકીને આરતી કરાતાં વિવાદ.સરકારની પ્રિમાઇસીસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી આશારામની આરતી- પૂજાનો કાર્યક્રમ કરવો અયોગ્ય.બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા -આરતી કરતા ભારે વિવાદ ઊભો થયો છે. આ આરતીના વાયરલ થયેલા વીડિયોમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ( બાળરોગ વિભાગ) વિભાગના વડા ડો.જીગીશા પાટડીયા પણ દેખાઈ રહ્યા છે. હોસ્પિટલમાં જ આવી અંધભક્તિ અંગે સુસુપ્રિટેન્ડેન્ટે પોતે અજાણ હોવાનો ખુલાસો કર્યાે હતો.સુરતના મજુરા ગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં બળાત્કાર કેસમાં ગુનેગાર સાબિત થયેલા આસારામના ફોટા સામે આરતી કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આસારામના કેટલાક ભક્તોના એક ગ્રુપ દ્વારા સ્ટેમસેલ બિલ્ડીંગના ગેટ પાસે ટેબલ મૂકી તેની ઉપર તેનો ફોટો મૂકી આરતી કરતા જાેવા મળ્યા હતા. આ કાર્યર્ક્મમાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ, નર્સીંગ સ્ટાફ સહિતના કેટલાક કર્મચારીઓ પણ દેખાયા હતા.વીડિયોમાં હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગના વડા ડો.જિગીષા પાટડિયા પણ તેમાં દેખાઈ રહ્યા હતા. કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. હોસ્પિટલમાં આ પ્રકારનો કાર્યક્રમ થતા હોસ્પિટલના
જવાબદાર અધિકારીઓ સામે પણ ખુલાસો કરવામાં થોથવાઈ ગયા હતા. સરકારની પ્રિમાઇસીસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી આશારામની આરતી- પૂજાનો કાર્યક્રમ કેવી રીતે કરવા દેવાયો.સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે એક કર્મચારીએ મને ફ્રૂટ્સ વિતરણ માટેની પરમિશન બાબતે રવિવારે ફોન કર્યાે હતો. એટલે મેં તેને એવું જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે તમે ફ્રૂટ્સ લાવો ત્યારે એની ક્વોલિટી બતાવીને તમે ઓન ડ્યુટી સીએમઓની લેખિત મંજૂરીથી વિતરણ કરી શકો છો. આવી કોઈ લેખિત પ્રક્રિયા કરવામાં આવી નથી અને કાર્યક્રમ કરી દેવામાં આવ્યો હતો.આ તદ્દન ગેરકાયદે છે અને આ મામલે કાર્યક્રમમાં કોણ હાજર હતા તે અંગેની સંપૂર્ણ તપાસ કરાશે. વિભાગ દ્વારા પોલીસ કાર્યવાહી કરવા માટેની તૈયારી પણ કરાઇ છે. આરતીના કાર્યક્રમમાં સિક્યુરિટી ગાર્ડ હાજર હતા તે વીડિયોમાં સ્પષ્ટ જણાયું છે. શક્તિ સિક્યુરિટીના સુપરવાઇઝર આર.કે.સિંગ. દ્વારા મને ફોન કરીને ઘટનાક્રમ અંગે અવગત કરાયો હતો. મેં તાત્કાલિક બંધ કરાવીને બધાને હટાવી લેવાની સૂચના આપી હતી.




