Surat News: ગુજરાતના સુરત શહેરના એક એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી શનિવારે ચાર મૃતદેહ મળી આવ્યા હતા. તમામ મૃતકો એક પરિવારના હતા. તેમાંથી 58 વર્ષીય મહિલા, તેની બે બહેનો અને સાળા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) આર.પી. બારોટે જણાવ્યું હતું કે ગેસથી ચાલતું ગીઝર ચાલુ રાખવાના કારણે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયાની પ્રાથમિક દૃષ્ટિએ આશંકા છે. જો કે આ ચાર લોકોના મોતના સાચા કારણો હજુ જાણવા મળ્યા નથી. તેમણે કહ્યું કે પોલીસને સવારે 9 વાગ્યાની આસપાસ મૃતદેહોની માહિતી મળી હતી.
આ અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફ્લેટના માલિક જસુબેન વાધેલ, તેની બહેન શાંતાબેન વાધેલ (53), ગૌરીબેન મેવાર (55) અને ગૌરીબેનના પતિ હીરાભાઈ (60)ના મૃતદેહ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યા હતા. તેણે જણાવ્યું કે પીડિતો શુક્રવારે રાત્રે લગભગ 10 વાગે સુઈ ગયા હતા. બારોટે જણાવ્યું હતું કે જસુબેનનો પુત્ર સવારે 8 વાગ્યાની આસપાસ તેણીને મળવા ગયો હતો અને તેણીને બેભાન જણાતા પોલીસને જાણ કરી હતી. પીડિતોને ઉલ્ટી થઈ હતી. ઘટનાસ્થળેથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ચાર લોકોના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પીડિતોનું મોત ગૂંગળામણને કારણે થયું હોવાની આશંકા છે કારણ કે ત્યાં ગેસથી ચાલતું ગીઝર ચાલુ હતું. બારોટે જણાવ્યું હતું કે આત્મહત્યાની શક્યતા ઓછી છે, પરંતુ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા ચાર લોકો એક જ પરિવારના હતા. પોલીસને આશંકા છે કે તમામનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. જો કે હજુ સુધી મૃતદેહોના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુની પુષ્ટિ થશે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો નથી લાગતો.