
પાટણમાં કાર્યાલયને કરાઈ તાળાબંધી.કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ કર્યો જિગ્નેશ મેવાણીનો વિરોધ.જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યાલય પર લાગ્યા નારા.કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સામે હવે પોતાના જ પક્ષમાં બળવો થઈ રહ્યો છે. કોંગ્રેસનો ઉગતો સિતારો કહેવાતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પાટણમાં વિરોધ થયો છે. મેવાણીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યાલયને તાળાબંધી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણમાં જિલ્લા કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળા માર્યા છે. જેનું કારણ છે જિગ્નેશ મેવાણી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરૂધ્ધમા કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કાર્યાલયને તાળાબંધી કરી છે. મેવાણીના વિરોધમાં કાર્યાલય પર નારા લાગ્યા હતા.
અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જીલ્લા પ્રમુખ તરીકે સિદ્ધપુરના જયાબેન શાહને બનાવવામાં આવતા કાર્યકર્તાઓમાં ઉગ્ર વિરોધ થયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા તેમજ સ્થાનિક ધારાસભ્યો સુધી રજુઆત કર્યા બાદ પણ નિવેડો ના આવતા વિરોધના સૂર ઉઠ્યા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોર્ચાના પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના દ્વારા સભા યોજી વિરોધ પ્રદર્શન કર્યું.
સુરત કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. ગંભીર આક્ષેપો સાથે ૧૧ મહિલા સભ્યોએ રાજીનામા આપ્યા છે. મહિલા સભ્યોએ શહેર પ્રમુખ અસભ્ય વર્તન કરતા હોવાની વ્યથા ઠાલવી છે. કોંગ્રેસ સંગઠનમાં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ બહાર આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સામે ગંભીર આક્ષેપો સાથે મહિલા કોંગ્રેસની પાંખની સભ્યો દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ દ્વારા તમામ આક્ષેપો ફગાવાયા છે.
અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહર્ત મંત્રી કરે તે પહેલા કોંગ્રેસના ધરાસભ્યએ ખાત મુહુર્ત કરતા વિવાદ સર્જાયો હતો.
વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અમીરગઢ તાલુકાના કપાસિયા અને સરોત્રાના રસ્તાનું ખાત મુહુર્ત કરવાના હતા. મંત્રી ખાતમુહર્ત કરવા આવે તે પહેલા જ દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ખાતમહુર્ત કર્યું હતું. જે રસ્તાઓ ૬૦ વર્ષથી બનેલા છે તે રસ્તાઓ રી ફ્રેશિંગનું મંત્રી ખાત મહુર્ત કરવા આવે તે પહેલા મેં વહેલી સાવરે ૩ જગ્યાઓ પર ખાતમુહર્ત કર્યું તેવું કાંતિ ખરાડીએ જણાવ્યું હતું.




