ભારતનું સૌથી મોટું ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ગુજરાતમાં બનાવવામાં આવ્યું છે, જે ધોલેરામાં આવેલું છે. ધોલેરા સ્માર્ટ સિટીમાં નોન-રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, ઈવી, ઓટોમોબાઈલ, ડિફેન્સ, એરોસ્પેસ અને આઈટી જેવા વિશાળ ક્ષેત્રોની કંપનીઓની સ્થાપના કરવામાં આવશે. અમદાવાદ-ધોલેરા વચ્ચે મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ માટે ગ્રીનફિલ્ડ ફોર લેન એક્સપ્રેસ વે, ગુડ્સ ટ્રેન લાઇન અને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં આવશે.
ધોલેરામાં ‘ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’
સમગ્ર ભારતમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે ટોચ પર છે. ગુજરાતમાં બિઝનેસ માટે આવતી કંપનીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ માટે રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક વલણ અપનાવે છે. આ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ધોલેરા સ્માર્ટ સિટીને વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને જીવનશૈલીના ઉચ્ચ ધોરણો સાથે વિકસાવવામાં આવી છે. ગુજરાતના ધોલેરામાં ‘સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન’ (SIR)માં ભારતનું સૌથી મોટું ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ બનાવવામાં આવી રહ્યું છે.
ગ્રીનફિલ્ડ ફોર લેન એક્સપ્રેસવે
ધોલેરામાં બનાવવામાં આવી રહેલી કંપનીઓને તૈયાર માલના પરિવહન અને દેશ અને વિશ્વના વિવિધ સ્થળોએ સરળતાથી પહોંચવા માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા અમદાવાદ અને ધોલેરા વચ્ચે 110 કિમી લાંબો એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ફોર લેન એક્સપ્રેસ વે નિર્માણાધીન છે. આ એક્સપ્રેસ વે પૂર્ણ થવાથી અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો મુસાફરીનો સમય 50 ટકા જેટલો ઘટી જશે. ઝડપી કનેક્ટિવિટી માટે અહીં ગ્રીનફિલ્ડ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – હવે ગુજરાતમાં કચરામાંથી વીજળી થશે ઉત્પન્ન ! અમદાવાદમાં સૌથી મોટો ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટ થશે શરૂ