
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
સુરત મહાનગર પાલિકામાં રૂ. ૧૦૦૦ કરોડ નો કચરા નિકાલ નો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે પધરાવી દેવાતા આમ આદમી પાર્ટીના માજી કોર્પોરેટર પાયલ સાકરીયા એ સુરત મ.ન.પા શાસકોને આડે હાથે લેતા સુરત મ.ન.પા માં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. સુરત મ.ન.પા જાણે કે દલા તરવાડી નું ખેતર હોય એમ કોઈપણ જાતના ટેન્ડર ની પ્રક્રિયા કર્યા વગર જ માનીતી કંપનીને કચરા નિકાલનું કામ આપી દેવાતા મ.ન.પા ભીંસ માં આવી ગઈ છે.
સુરત શહેરમાં દૈનિક ઉત્પન્ન થતાં મ્યુનિ. ઘનકચરાના ડોર-ટુ-ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સાથેનો કોન્ટ્રાક્ટ જે કંપની પાસે છે એ કંપની દ્વારા ભેગા થયેલા કચરા માંથી ખાતર બનાવવામાં આવે છે. અને એ પેટે કંપનીને રૂ. ૧૯ લાખ ૭૫ હજાર રોજના ચુકવવામાં આવે છે. એવું પાયલ સાકરીયા આમ આદમી પાર્ટી ના પૂર્વ કોર્પોરેટર નું કહેવું છે. વધુમાં તેઓ જણાવે છે કે આ કંપની ને ત્રણ વર્ષ માટે સુરત મ.ન.પા એ કોન્ટ્રાક્ટ આપ્યો છે. જે કોઈ ટેન્ડરીંગ પ્રક્રિયા થી નહીં એટલે સવાલ તો થાય જ કે વગર ટેન્ડરે કામ આપવા આ કંપની જ કેમ પસંદ કરવામાં આવી ?
એટલું જ નહીં આ કંપનીને પ્રજા ના પરસેવાના ટેક્સના પૈસાથી ત્રણ વર્ષ પેટે રૂ. ૨ અબજ ૧૬ કરોડ અને ૨૬ લાખ ના બીલો પાસ કરી ચુકવણું પણ કરી દેવામાં આવતા સુરત મ.ન.પા ના વહિવટદારો નો વહિવટ શંકાના ઘેરામાં આવી તો જાય છે જ. આ ઉપરાંત પાયલ સાકરીયાનું કહેવું છે કે , આ કંપની કચરાનો નિકાલ કરી એને પ્રોસેસ માટે મોકલવાને બદલે વર્ષમાં પાંચ વખત તો કચરાના ઢગલાને આગ લગાડીને કુદરતી આગ ના નામે મ.ન.પા ને ઉંધા ચશ્મા ચડાવે છે. આવી ઘણી મ.ન.પા ની પોલ પાયલ સાકરીયાએ ખોલી નાખી છે.
ત્યારે જોઈએ કાયદો શું કહે છે ? સુરત મ.ન.પા દ્વારા કોઈ પણ કામ કે ખરીદી સહિત માટે ટેન્ડર પ્રક્રિયા કરવી તેના નિયમો નક્કી કરાયેલા છે. જેમાં પાંચ લાખ કે તેથી વધુના કામો કે ખરીદી હોય તો તે માટે જાહેર ટેન્ડર મંગાવી તેને સ્પર્ધાત્મક ભાવપત્રકની તુલના કરીને કોન્ટ્રાક્ટ આપવો પડે. જો એમાં સીંગલ ટેન્ડર આવે તો ત્રણ વખત સુધી રી-ઈનવાઈટ કરવાનું હોય છે. તો આ કિસ્સામાં કેમ કોઈ ટેન્ડર પ્રક્રિયા નહિ ?




