નડિયાદમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર શુક્રવારે મોડી રાત્રે બસ સાથે સિમેન્ટના ટેન્કરની ટક્કર થઈ હતી. આ દરમિયાન અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર બસ રોડની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે રોડ કિનારે પડી હતી.
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, બસ અમદાવાદથી પુણે જઈ રહી હતી જેમાં 23 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સિમેન્ટ ટેન્કરનો ચાલક અચાનક ડાબી બાજુ વળી ગયો હતો અને બસ સાથે અથડાઈ હતી.
બે લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પહેલા બુધવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેન્કર પલટી જતાં આગ લાગી હતી. આ ઘટના ગુજરાતના વલસાડ જિલ્લાના વાઘલધરા ગામ પાસે બની હતી. આગની માહિતી મળતાની સાથે જ ડુંગરી પોલીસ અનેક ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.