
ઘણા સમયથી લાલ અને સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસીના ભાવમાં વધારો.મગફળી ગિરનારના ભાવ ૧૩૪૭ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી જી- ૨૦ નો ભાવ ૧૨૫૧ થી ૧૪૦૧ રૂપિયા સુધી રહ્યો હતો.ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે.
ત્યારે આજે મગફળીના ૬૨૪ ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી – ૩૨ ના ભાવ ૧૨૩૭ રૂપિયાથી લઈને ૧૩૨૧ રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે આજે મગફળી મગડીના ભાવ ૧૩૨૧ થી લઈને ૧૫૧૩ રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે આજે મગફળી ગિરનારના ભાવ ૧૩૪૭ રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી જી- ૨૦ નો ભાવ ૧૨૫૧ થી ૧૪૦૧ રૂપિયા સુધી રહ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ અને સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે. જ્યારે આજે ડુંગળી લાલના ભાવ ૬૧ રૂપિયાથી ૩૭૦ રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો નોંધાયો છે. ૧૫૪૬૪ કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું. આજે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સફેદ ૨૨૨ રૂપિયાથી લઈને ૪૫૧ રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. ૫૭૭૫ કટ્ટા સફેદ ડુંગળીના કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું.
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. આજે યાર્ડમાં ૧૩૯ કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ ૪૬૧ રૂપિયાથી લઈને ૬૩૧ રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં ૧૩ રૂપિયાનો વધારો નોંધાયો. આ સાથે જ આજે બાજરીની પણ ૧૪૧ કટ્ટાની આવક નોંધાઈ હતી તેના ભાવ ૩૫૩ રૂપિયાથી લઈને ૬૨૬ રૂપિયા સુધી આજે રહ્યા હતા.
આ સાથે જ આજે સફેદ તલના ભાવ ૧૭૦૦ રૂપિયાથી લઈને ૨૦૫૦ રૂપિયા સુધી, કાળા તલના ભાવ ૩૭૦૨ રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના ભાવ પ્રતિ મણે ૪૨૫ રૂપિયાથી લઈને ૨૫૧૫ રૂપિયા સુધી રહ્યો હતો. આજે ૧૨,૩૫૦ નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં ૩૪૫ રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે આજે કપાસની ૫૭ ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ ૧૩૫૦ રૂપિયાથી ૧૫૨૧ રૂપિયા સુધી રહ્યા હતા.




