
અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત.અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે ૨૩.૧૨.૨૦૨૫ ના રોજ ૧૧:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ. ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આવી ફરિયાદો તારીખ ૧૫.૧૨.૨૦૨૫ સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ.. અમદાવાદ-૩૮૦૦૦૧ ને મોકલવાની રહેશે. તારીખ ૧૫.૧૨.૨૦૨૫ બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરુરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતી વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.




