
ટોળકીએ ઓક્ટોબર ૨૦૨૫માં ઊંઝા આવી હત્યાનો પ્રયાસ કર્યો હતા.પતિની પ્રેમિકાની હત્યા માટે સોપારી આપનાર ઊંઝાના લિંડી ગામની પ્રિન્સિપાલની ધરપકડ.હત્યા થાય તે પહેલાં જ રાજસ્થાન પોલીસે આરોપીઓની સાથે પ્રિન્સિપાલ પત્નીની પણ ધરપકડ કરી.ંઊંઝા તાલુકાના લીંડી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી કાજલબેન પટેલની પોતાના પતિની પ્રેમિકાની હત્યા માટે સોપારી આપવાના ગુનામાં રાજસ્થાનના ઝુઝંનું પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સોપારી લેનારા છ જણાને ઝડપી પાડતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આમ, પતિની પ્રેમિકાની હત્યાના સોગઠાં ગોઠવનાર પ્રિન્સિપાલની રાજ્સ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે.ઊંઝા તાલુકાના લીંડી ગામે આવેલી પ્રાથમિક શાળામા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કાજલબેનના લગ્ન હાર્દિકભાઈ પટેલ સાથે થયા હતા. જાેકે, હાર્દિકને અન્ય યુવતી સાથે સંબંધ અન્ય યુવતી સાથે હતા. જે અંગે કાજલબેનને જાણ થતાં પોતાના પતિ અને તેની પ્રેમિકા સાથે ઝઘડો પણ થયો હતો. મે ૨૦૨૫માં કાજલ પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. તે વખતે કાજલ પટેલની મુલાકાત સીઆઇડી અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સ સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થતાં કાજલે પોતાના પતિની અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાના મામલે ઝઘડો હોવાની વાત કરી હતી અને પોતાના પતિની પ્રેમિકાની હત્યા માટે રૂ. ૧૫ લાખમાં સોપારી હતી. હત્યાની સોપારી બાદ તે વ્યક્તિએ વડોદરામાં આવેલી એક મોટી ટ્રાન્સપોર્ટર કંપની સાથે જાેડાયેલા ટ્રાન્સપોટરને આ પ્લાનમાં સામેલ કર્યાે હતો. ટ્રાન્સપોર્ટરે પ્લાનિંગ અને એક્ઝીક્યુશનની જવાબદારી પોતાને ત્યાં નોકરી કરતા રાજસ્થાનના યુવકને સોંપી હતી.આ ટોળકીએ ઓક્ટોબર ૨૦૨૫માં ઊંઝા આવી હત્યાનો પ્રયાસ કર્યાે હતો. જાેકે પકડાઈ જવાનો ડર લાગતા પરત ગયા હતા.
બીજી વખત આ ટોળકી ગુજરાત આવે તે પહેલાં ટોળકીના છ જણાને રાજસ્થાનની ઝુઝંનું પોલીસ દ્વારા ઝડપાઈ લેવામાં આવી હતી. પૂછપરછમાં લીંડી શાળાના પ્રિન્સિપાલનું નામ બહાર આવતાં રાજસ્થાન પોલીસ દ્વારા તાજેતરમાં કાજલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.યુપીના હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર ખરીદ્યા હતા. તે પછી તેઓ ગત ઓક્ટબરમાં ઊંઝા આવ્યા હતા પરંતુ સીસીટીવી તેમજ લોકોની અવરજવર વધુ હોવાથી હત્યા કરવી શક્ય નહોવાથી બે દિવસ રહીને તેઓ પરત જતા રહ્યા હતા. ત્યારબાદ ફરીથી હત્યાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ ડિસેમ્બરમાં હત્યાનો દબાણ હતું. આ દરમિયાન સોપારી લેનારા લોકો રાજસ્થાનમાં દારૂના અડ્ડા પર વસૂલી માટે ગયા હતા ત્યારે ફાયરિંગ થતાં પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. તે દરમિયાન પોલીસ સમક્ષ ઝડપાયેલા લોકએ ઊંઝામાં યુવતીની હત્યા કરવા માટે સોપારી લીધી હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે પુછપરછ બાદ સોપારી આપનાર ઊંઝાના લિંડી ગામની પ્રિન્સિપાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા તાલુકાના લીંડી ગામની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી કાજલ પટેલ વર્ષ ૨૦૦૭ થી ફરજ બજાવી રહ્યા છે. જેઓ થોડા સમય પહેલા સી એલ પર છે જેઓની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેવી સ્ટાફને પણ જાણ નથી. અહીં શાળામાં ધોરણ ૧ થી ૫ સુધી ચાલે છે જેમાં ૧૨ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.




