
રક્તની ગંભીર અછત સર્જાઇનવસારી બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપનો સ્ટોક ખાલીસામાન્ય દિવસોમાં ૫૦થી ૭૦ યુનિટની ડિમાન્ડ હોય છે, જ્યારે હાલમાં દરરોજ ૧૦૦થી વધુ યુનિટની ડિમાન્ડ આવી રહી છેમાનવતાની સેવા માટે સૌથી મોટું દાન ગણાતું રક્તદાન ધીરે ધીરે લોકોના જીવનમાંથી દૂર થઈ રહ્યું છે. નવસારીની બ્લડ બેન્કમાં હાલમાં રક્તની ગંભીર અછત છે. તહેવારો પૂરા થયા અને લગ્ન પ્રસંગો શરૂ થતા લોકો રક્તદાન કરવાનું ભૂલી ગયા છે, જેના કારણે અનેક દર્દીઓ અનનિયમિત બ્લડ ડોનેશન કેમ્પ્સ ન યોજાવા અને ડોનર્સની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તાત્કાલિક લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓના સગા-સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય દિવસોમાં ૫૦થી ૭૦ યુનિટની ડિમાન્ડ હોય છે, જ્યારે હાલમાં દરરોજ ૧૦૦થી વધુ યુનિટની ડિમાન્ડ આવી રહી છે. દર વર્ષે દિવાળી બાદ અને ઉનાળામાં આવી સ્થિતિ સર્જાય છે. હાલમાં દરેક બ્લડ ગ્રુપની અછત વર્તાઈ રહી છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડો. ધાનાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે “અત્યારે રક્તની અછત ખૂબ જાેવા મળી રહી છે. તહેવારો બાદ અને લગ્ન પ્રસંગો શરૂ થતા લોકો વ્યસ્ત થઈ ગયા છે, જેના કારણે રક્તદાનમાં ઘટાડો થયો છે. પરંતુ દર્દીઓને રોજિંદી જરૂરિયાતો રહે છે. સૌને વિનંતી છે કે આગળ આવીને રક્તદાન કરે, કારણ કે તે કોઈનું જીવન બચાવી શકે છે.” તમામ સામાજિક સંસ્થાઓ અને સમાજ મંડળો કેમ્પો શરૂ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.
નવસારી સિવાય વાંસદા, ચીખલી અને જલાલપોર સહિતના તાલુકાના દર્દીઓ પણ અહીંથી જ રક્ત મેળવે છે. પરંતુ હાલની અછતને કારણે, દર્દીઓને રક્ત મેળવવા માટે અન્ય જિલ્લાઓનો સહારો લેવો પડી રહ્યો છે. કિડની અને ડાયાલિસિસના દર્દીઓ, પ્રસૂતિ દરમ્યાન સ્ત્રીઓ અને અકસ્માતગ્રસ્ત લોકોને રક્ત ન મળતાં તાત્કાલિક સારવારમાં વિલંબ થાય છે. રેડ ક્રોસ સોસાયટીના અધિકારીઓ જણાવે છે કે તહેવારો બાદ લોકો ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં વ્યસ્ત રહે છે, જેના કારણે રક્તદાનના કેમ્પમાં હાજરી ઘટી છે. રક્તદાન માત્ર એક માનવ સેવા નથી, પરંતુ અનેક જીવો માટે નવી આશા છે.
૧૦૦થી વધુ વખત રક્તદાન કરનાર ગુણવંતભાઈએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રક્તદાન આપણી નૈતિક ફરજ છે. રક્તદાન દ્વારા કોઈક વ્યક્તિને નવું જીવન મેળવી શકાય છે અને આ માનવતાનું કાર્ય છે. દરેક સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ મહિને રક્તદાન કરવું જાેઈએ. અત્યારે જે માનવતાને લઈને અછત સર્જાઈ છે તે પૂરી થાય અને બધા લોકો રક્તદાન કરવા આગળ આવે તેવી તેમણે અપીલ કરી હતી.




