
અગાઉ ૧૬ જુલાઈએ શાળા ફાળવણી કરાઈ હતી.શિક્ષણ સહાયક ભરતી ૨૦૨૫ અંતર્ગત ૫૩૨ ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરાયું.ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ શિક્ષણ વિભાગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. આમ કુલ ૫૩૨ ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરાયું છે.
આજથી રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ શિક્ષણ વિભાગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરી હતી.બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવી હતી.બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું. જેમાં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૭/૨૦૨૫ થી તા.૧૩/૦૭/૨૦૨૫ના રોજ શાળા પસંદગી કરવા જણાવાયું હતું.
