
સાયબર ઠગોએ રૂ. ૩૪.૨૮ લાખ પડાવ્યા ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી યુવકની ડિજિટલ ધરપકડ યુવકે પોતાની મહેનતની કમાણીમાંથી કુલ રૂ. ૩૪.૨૮ લાખ ગુનેગારોના જણાવ્યા મુજબના અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા
આજના સમયમાં સાયબર ગુનેગારો સાત સમંદર પાર બેઠેલા લોકો પર પણ તરાપ મારી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા એક ભારતીય યુવકને સાયબર ઠગોએ પોતાનો શિકાર બનાવી ‘ડિજિટલ એરેસ્ટ‘ કર્યો હતો. ઠગોએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને ઝ્રમ્ૈંના અધિકારી તરીકે આપી હતી અને યુવકને ડરાવ્યો હતો કે તેના બેંક એકાઉન્ટ દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. ધરપકડ અને કાનૂની કાર્યવાહીના ડર હેઠળ, યુવકે પોતાની મહેનતની કમાણીમાંથી કુલ રૂ. ૩૪.૨૮ લાખ ગુનેગારોના જણાવ્યા મુજબના અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
આ છેતરપિંડી એટલી ગંભીર હતી કે યુવકના અમદાવાદ સ્થિત બેંક એકાઉન્ટમાંથી પણ મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઠગાઈનો અહેસાસ થતાં યુવકે તાત્કાલિક ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યુરીટી સેન્ટરમાં આ અંગે જાણ કરી હતી. બીજી તરફ, ભારતમાં આ મામલે યુવકના પિતાએ અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કે આ આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટના તાર ક્યાં ક્યાં જાેડાયેલા છે. સાયબર એક્સપર્ટ્સ સતત લોકોને ચેતવણી આપી રહ્યા છે કે કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા ક્યારેય ‘ડિજિટલ એરેસ્ટ‘ કરતી નથી.




