
સાણંદ તાલુકામાં વીજ કંપનીનો મોટો સપાટો હજારો લાખો નહીં પરંતુ કરોડની વીજ ચોરી પકડાઈ!આ તપાસ દરમિયાન ૧૩૪ કનેક્શનમાં વીજ ચોરી મળી
ઠેર ઠેર વીજ ચોરી અંગે ચકાસણી હાથ ધરવામાં આવીજિલ્લાના સાણંદ તાલુકામાં વીજ વિભાગ હરકતમાં આવતા ઠેર ઠેર વીજ ચોરી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સાણંદ વન સબ ડિવિઝન વિસ્તારમાં આવેલા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNIL અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ UGVCL દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ બંને કંપનીઓ દ્વારા સાણંદ વિસ્તારોમાં આવેલા વિવિધ ગામોમાં ઘર તેમજ ખેતીવાડીમાં આવેલા લાઇટ કનેક્શન ધરાવતા વીજ એકમોને ત્યાં ચોરી થાય છે કે કેમ તે અનુસંધાને ચકાસણી હાથ ધરવામાં આવી છે.
આ તપાસમાં ઉત્તર ગુજરાત વીજ કંપની યુજીવીસીએલ દ્વારા ૧૯ ટીમ અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ UGVCLન્ દ્વારા ૨૦ ટીમો એમ કુલ ૩૯ ટીમો દ્વારા સમગ્ર સાણંદ તાલુકાના ગામોમાં વીજ પુરવઠો મેળવતા ઘરો અને ખેતીવાડી એકમોમાં તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, ઊર્જા વિભાગની વીજ કંપનીઓને વીજ ચોરી થતી હોવાની આશંકા મળી હતી. ફરિયાદો પણ વારંવાર તપાસ દરમિયાન મળી હતી. જેના આધારે સાણંદ ડિવિઝનમાં આવેલી વીજ કંપનીઓ દ્વારા તપાસ હાથ ધરી છે. જે મુજબ સાણંદ
તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત ૧૪૪૫ જેટલા વીજ કનેક્શનના ધારકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી.
સાણંદ તાલુકાના ૧૦૪૫ ગામો પૈકી માધવનગર, પીપળ, સોયલા, કાણેટી, વિંછીયા, ગોરજ, જુવાલ, જુડા, માણકોલ, અણદેજ, ચેખલા, વસોદરા, રૂપાવટી સહિતના ગામોમાં વીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૧૩૪ કનેક્શનમાં વીજ ચોરી મળી આવી હતી. જેમાં સાણંદ ડિવિઝનની વીજ કંપની દ્વારા ૧૩૪ જેટલા કનેક્શનની ગેરરીતિ મળી હતી. ગેરરીતિ ધારક તમામ ગ્રાહકોને મળીને કુલ એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હજુ પણ અનેક ગામોમાં UGVCL અને GJVNL એમ બંને કંપનીઓ દ્વારા સાણંદ સબ ડિવિઝન વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. જે મુજબ હજી પણ વધુ તપાસમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વધુ ગેરરીતિ સામે આવે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ એક કરોડના દંડની સામે વધુ રકમ થાય તો નવાઈ નહીં.




