
અફઘાનિસ્તાનમાં નોંધાયું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા ભૂકંપનો આંચકો તીવ્ર હોવાના કારણે દિલ્હી, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક પ્રદેશોમાં જમીન ધ્રુજી ગઈ હતી દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે સાથે પંજાબના પઠાણકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૂત્રોના જણવ્યાં પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં નોંધાયું છે.
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૯ માપવામાં આવી છે. આ ભૂકંપ પૃથ્વીની સપાટીથી ૧૭૫ કિલોમીટર નીચે આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હજી જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હી-એનસીઆર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં પણ જમીન ધ્રુજવાથી લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે રાત્રે ૯:૪૨ વાગ્યે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે.વિગતે વાત કરવામાં આવે તો, ભૂકંપ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં આવ્યો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૯ નોંધાઈ છે. ભૂકંપનો આંચકો તીવ્ર હોવાના કારણે દિલ્હી, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક પ્રદેશોમાં જમીન ધ્રુજી ગઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર, પૂંચ અને કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે લોકો ગભરાઈ ગયા અને સલામત સ્થળોએ દોડી ગયા હતાં. હાલમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
Related posts:
- રાજકોટમાં ૩૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ વિઝાની મુદત પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને દેશનિકાલ કરાશ.રાજકોટમાં ૩૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ.હાલ રતનપર સહિતના વિસ્તારોમાં મારવાડી યુનિવર્સિટીમાં...
- ઉત્તરાખંડ બાદ પંજાબ અને જમ્મુમાં પણ ભારે વરસાદથી તારાજી. ઉત્તરાખંડ બાદ પંજાબ અને જમ્મુમાં પણ ભારે વરસાદથી તારાજી.ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી પાંચ લોકોના મોત, ૧૧ વ્યક્તિની ભાળ મળતી...
- મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે ભારતને ગેસ અછત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ વધારાનો પુરવઠો આપવાની તૈયારી ભારતમાં ક્રૂડ ઓઈલ કરતાં ગેસ પુરવઠાની અછત સર્જાઈ ઓસ્ટ્રેલિયા-કેનેડાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો ભારતને વધારાનો ગેસ પૂરો...




