
એસોસિએશનના ટ્રેઝરરે જણાવ્યું કંપની તરફથી પેટ્રોલ ડિલરોને કેરોસીન વેચવાની કોઇપણ સૂચના મળી નથી કંપનીઓ તરફથી ડિલર્સને કોઈ સૂચના આપવામાં નહીં આવતા પેટ્રોલ પમ્પ ડિલર્સમાં અસમંજસની સ્થિતિ છે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને LPG ગેસનો પુરવઠો ખોરવાયો છે ત્યારે કેન્દ્ર સરકારે તો પેટ્રોલ પમ્પ પર કેરોસીનના વિતરણ મામલે GR બહાર પાડી દીધો છે પણ કેરોસીન વિતરણ ક્યારે થશે તે સ્પષ્ટ નથી. કારણ કે પેટ્રોલ પમ્પ પર કેરોસીન વિતરણની કંપનીઓ તરફથી ડિલર્સને કોઈ સૂચના આપવામાં નહીં આવતા પેટ્રોલ પમ્પ ડિલર્સમાં અસમંજસની સ્થિતિ છે. એટલું જ નહીં કેરોસીન કેટલી માત્રામાં આપવાનું તેની કિંમત અને કોને વિતરણ કરવાનું તે સૂચના મળી નથી.
હાલમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પમ્પ પર કેરોસીન વિતરણનો મહત્વનો ર્નિણય કર્યો છે પણ કેરોસીન વિતરણને લઈ પેટ્રોલ પમ્પ માલિકોમાં અસમંજસ છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના ટ્રેઝરર તનસુખ પરમારે જણાવ્યું કે ૨૯ માર્ચે સરકારે GR બહાર પાડ્યો છે તેમાં પેટ્રોલ પમ્પ પર કેરોસીન રાખવાની સૂચના આપી છે. પરંતુ કંપની તરફથી પેટ્રોલ ડિલરોને કોઈ સૂચના મળી નથી. એક-બે દિવસમાં કંપની અમને જાણ કરશે તેવું તેમણે જણાવ્યું છે.
તેમજ મહત્તમ ૫૦૦૦ લીટર સ્ટોરેજની નવા જીઆરમાં ઉલ્લેખ છે. પેટ્રોલ પમ્પ કેરોસીન બેરલ સ્ટોરેજ માટે પરમિશન જરૂરી હોય છે. એટલું જ નહીં પેટ્રોલ પમ્પ પર વિતરણ થનારા કેરોસીનની કિંમત સરકાર નક્કી કરશે અને પેટ્રોલ પમ્પ ડિલર્સે નક્કી કરેલા દર મુજબ વિતરણ કરવાનું રહેશે. પરંતુ અમને આ કેરોસીનનો જથ્થો કોને આપવો એ પણ જણાવવામાં આવ્યું નથી.
મહત્વનું છે કે હાલના વૈશ્વિક ઊર્જા પુરવઠા પર પડતા પ્રભાવને ધ્યાનમાં રાખીને, સરકારે ઘરેલુ ઉપયોગમાં રસોઈ અને પ્રકાશ માટે કેરોસીનનું તાત્કાલિક વિતરણ શરૂ કરવાનો ર્નિણય લીધો છે. જેના માટે કેટલોક મહત્વની શરતો પણ લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક પેટ્રોલ પમ્પ માલિકોનું માનવું છે કે પેટ્રોલ પમ્પ પર કેરોસીનના જથ્થાનું વેચાણ શક્ય નથી.PDS કેરોસીન જે પહેલા સસ્તા અનાજની દુકાન પરથી લોકોને વિતરણ થતું હતું તો એ જગ્યાએ જ કેરોસીન વિતરણની વ્યવસ્થા સરકારે કરવી જાેઈએ. છતાં સરકાર અને કંપની ર્નિણય લેશે તે પ્રમાણે કામ કરીશું.




