
સાડા ૫ લાખથી વધુની નકલી નોટો મળી આવી અમદાવાદની ૧૮ બેન્કોમાંથી નકલી નોટો મળી આવી ૧૮ જેટલી બેન્કોમાંથી બે હજાર, ૫૦૦, ૨૦૦, ૧૦૦ અને ૫૦ના દરની કુલ ૧ હજાર ૬૫૯ નકલી નોટો મળી હવે જાે નકલી નોટની વાત આવે તો કહી શકાય કે, આ નકલી નોટ હવે બેંક સુધી પહોંચી ગઈ છે. સામાન્ય વ્યક્તિથી લઈ સીનિયર સીટીઝન બેંકોમાં રોકડ લેવા માટે જતાં હોય છે. ત્યારે જાે તેને બેંકમાંથી જ આ નકલી નોટના બંડલ મળે તો આમાં વાંક કોનો. કારણ કે, હાલમાં અમદાવાદ શહેરની જુદી-જુદી ૧૮ બેંકમાં નકલી ચલણી નોટ મળવા મામલે ર્જીંય્એ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે, બેંકોમાં ૫૦૦ના દરની નોટો સહિત કુલ ૫ લાખ ૬૭ હજારની નકલી ચલણી નોટ મળી આવી હતી.
અમદાવાદની ૧૮ જેટલી બેન્કોમાંથી બે હજાર, ૫૦૦, ૨૦૦, ૧૦૦ અને ૫૦ના દરની કુલ ૧ હજાર ૬૫૯ નકલી નોટો મળી છે. જેની કિંમત ૫ લાખ ૬૭ હજાર છે. આ મામલે SOG અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આમ તો બેન્કમાં અસલ અને નકલી નોટની જાણ થઈ જાય છે.પરંતુ અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા એવી નોટો પણ બનાવી રહ્યા છે કે, બેન્કમાં પણ તેનો ખ્યાલ આવતો નથી. ઓ નકલી નોટ ATM કે, બેન્કમાં જમા કરાવાઈ છે. હવે નકલી નોટો જમા કરાવનારા આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરાયા છે.
નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. ૨૦૦૦ના દરની ૬ નોટો, ૫૦૦ ના દરની ૮૯૫ નોટ નકલી મળી આવી,૨૦૦ના દરની ૩૭૪ અને ૧૦૦ ના દરની ૨૭૪ નોટો, ૫૦ ના દરની ૧૧૦ નકલી નોટો મળી આવી છે, આમ કુલ ૫,૬૭,૨૦૦ રૂપિયાના દરની નકલી ચલણી નોટો બેંકોમાં જમા હતી.




