
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભણતર કે કલાને ઉંમર ના કોઈ સીમાડા નડતા નથી કે બંધનો નડતાં નથી. એનો દાખલો રાજસ્થાનના પૂર્વ સૈનિકે સાબિત કરી બતાવ્યો છે. એટલું જ નહીં અન્ય આળસુ લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે. આ વાત છે રાજસ્થાનના એક ભૂતપૂર્વ સૈનિકે ૧૩૮ ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો મેળવ્યા છે. એની જે મોટાભાગના વ્યક્તિઓ ધ્વારા રાખવામા આવતી એકથી પાંચ લાયકાતની સામાન્ય સંખ્યા કરતાં ઘણી વધારે છે. ઝુનઝુન જિલ્લાના રહેવાસી દશરથસિંહને તાજેતરમાં જ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી (IGNOU) ના દીક્ષાંત સમારોહમાં વૈદિક અભ્યાસમાં માસ્ટર ડિગ્રી ડિસ્ટિકશન સાથે પૂર્ણ કર્યા બાદ તેમની નવીનતમ લાયકાત એનાયત કરવામાં આવી હતી.
૫૫ વર્ષીય આ વ્યક્તિએ ૧૧ વિશ્વ રેકોર્ડ બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાંથી માન્યતાઓનો સમાવેશ થાય છે. આ બધા શિક્ષણક્ષેત્રે છે. જોકે PTI ને રેકોર્ડ્સના ફોટા મળ્યા છે. પરંતુ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. “મારા પરિવારમાં કોઈ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ન હોવા છતાં મે એક નાના ગામડાની શાળામાં મારો અભ્યાસ શરૂ કર્યો. સરકારી શાળામાંથી ધોરણ ૧૦ પૂર્ણ કર્યા પછી આર્થિક મુશ્કેલીઓને કારણે કોલેજ શિક્ષણ મેળવવું એ એક દૂરનું સ્વપ્ન જેવુ લાગતું હતું.“ દશરથસિંહ કહે છે. જિલ્લાના નવલગઢ તાલુકાના ખીરોડ ગામમાં જન્મેલા જે તેના યુવાનોને સશસ્ત્ર દળોમાં મોકલવા માટે જાણીતું છે.
તેઓ ૧૯૮૮માં ભારતીય સેનામાં જોડાયા.૨૦૦૪માં દળમાંથી નિવૃત્ત થતાં પહેલા તેમણે પંજાબ, જમ્મુ અને કાશ્મીર તેમજ અન્ય સ્થળોએ ૧૬ વર્ષ સુધી નોનકમિશન્ડ ઓફિસર તરીકે સેવા આપી હતી. દશરથસિંહ, જે ખેડૂત પરિવારમાંથી આવે છે, એ કહે છે કે તેમને હંમેશા સેવા દરમ્યાન તેમનું શિક્ષણ “અધૂરું” લાગતું હતું. આ લાગણી તેમને સેવા દરમ્યાન પણ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત કરતી હતી. તેથી જ્યારે પણ તેમની વાર્ષિક બે મહિનાની રજા આવતી,ત્યારે તેઓ અભ્યાસ માટે વિરામનો ઉપયોગ કરતાં અને નિવૃત્તિ પછી તેઓ જોશથી તેમના જુસ્સાને આગળ ધપાવતા.
“મે પહેલા કોમર્સમાં બેચરલ ડિગ્રી મેળવી, ત્યારબાદ નિયમિત વિદ્યાર્થી તરીકે LLB,LLM,BJMC અને B.ED કર્યું. જયારે IGNOU, જૈન વિશ્વ ભારતી સંસ્થા અને ખાનગી યુનિવર્સિટીઓમાંથી અન્ય લાયકાતોનો અભ્યાસ કર્યો.” દશરથસિંહ જણાવે છે. અત્યાર સુધીમાં તેમણે ત્રણ પીએચડી, સાત અંડરગ્રેજ્યુએટ ડિગ્રી, ૪૬ અનુસ્નાતક ડિગ્રી, ૨૩ ડિપ્લોમા, લશ્કરી અભ્યાસ સંબંધિત સાત ડિગ્રી અને વિવિધ શાખાઓમાંથી ૫૨ પ્રમાણપત્રો મેળવ્યા છે.
પરંતુ નિવૃત્તિ પછીની સફર ફકત ડિગ્રીઓ એકઠી કરવા વિશે જ ન હોતી. નિવૃત્તિ પછી મને સૈનિકોના કલ્યાણમાં યોગદાન આપવાની જરૂરિયાત અનુભવાઇ. મે કાયદાની ડિગ્રી મેળવી અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. દશરથસિંહ સમજાવે છે, જેમણે નિવૃત્તિ પછી આર્મીના સત્પ શક્તિ કમાન્ડમાં કાનૂની સલાહકારનું પદ સંભાળ્યું અને સેવા આપતા અને નિવૃત્ત કર્મચારીઓને લગતા કેસોનું સંચાલન કર્યું.
આ છે માનવીના અડગ મનની વાત. કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે?



