
LPG પર રાહતના સમાચાર!.LPG પર રાહતના સમાચાર!.યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી દુનિયાના અનેક દેશોમાં ઓઈલ અને ગેસ સંકટ વધી રહ્યું છે.ઈરાન અને ઈઝરાયેલ અમરિકા વચ્ચે છેડાયેલા યુદ્ધનો અનેક દેશો ભોગ બની રહ્યા છે. જેમાં ભારત પણ સામેલ છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગને બંધ કરતા ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાય પર અસર પડી છે.
કારણ કે દુનિયામાં જેટલો પણ ઓઈલ અને ગેસનો વેપાર થાય છે તેમાંથી ૨૦ ટકા વેપાર આ રસ્તે થાય છે. હોર્મુઝનો અખાત એક એવી જગ્યા છે જે ઈરાન અને ઓમાન વચ્ચે છે. એક બાજુ ખાડી દેશો યુએઈ, કુવૈત, સાઉદી અરબ, ઈરાક વગરે છે અને આ બધેથી ઓઈલને અન્ય દેશોમાં જવા માટે આ એક જ જળમાર્ગ છે.
દુનિયાના પાંચમા ભાગનું તેલ અને ગેસ જ્યાંથી જતું હોય તે રસ્તો બંધ થાય તો શું થાય? એમાં પણ ભારત જેવા દેસો જે પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઈલ બહારથી મંગાવે છે તેમના માટે તો મોટો પડકાર બની જાય. ઈરાને એવી ધમકી આપેલી છે કે જે પણ જહાજ હોર્મુઝથી પસાર થવાની હિંમત કરશે તેમના પર તે હુમલો કરશે. જેને પગલે અનેક જહાજાે ત્યાં અટવાયેલા છે. જેમાં ભારતના પણ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક પણ ઓઈલ ટેન્કર ત્યાંથી પસાર થયું નથી. જે મોટી વાત છે. એટલે કે આ આર્થિક રીતે મહત્વનો આ રસ્તો બંધ છે.
ભારતની વાત કરીએ તો હાલ ભારતના ૨૨ જહાજ આ અખાતમાં ફસાયેલા છે. જેમાંથી બે જહાજ હાલ ચર્ચામાં છે. પાઈન ગેસ જહાજને આઈઓસી એટલે કે ઈન્ડિયન ઓઈલે ભાડે લીધું છે જ્યારે જગ વસંત જહાજને બીપીસીએલે ભાડે લીધુ છે. આ બંને એલપીજી ટેન્કર છે. એટલે કે તેમાં રાંધણ ગેસ જેવું ઈંધણ ભરેલુ છે જે ભારત પહોંચાડવાનું છે. આ બંને જહાજ યુએઈના શારજાહ પાસે લંગર નાખી પડ્યા છે. શનિવારે નીકળશે એવું કહેવાય છે.
ભારત સરકાર હાલ એક્શન મોડમાં છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે ભારત ઈચ્છે છે કે તેના જહાજ સુરક્ષિત અને કોઈ પણ રોકટોક વગર નીકળી શકે. સૌથી મોટી વાત એ છે કે પીએમ મોદી પોતે અન્ય દેશના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. જેથી કરીને જહાજાેને સુરક્ષિત નીકળવાનો રસ્તો મળી શકે. આ એક મોટો કૂટનીતિક ખેલ છે. પીએમની કોશિશ છે કે ભારતના જહાજ નીકળી શકે તે વાત ઈરાન સુધી પહોંચે. રિપોર્ટ્સ મુજબ ગત અઠવાડિયે ઈરાને બે ભારતીય જહાજને હોર્મુઝથી પસાર થવા દીધા હતા. એટલે કે ઈરાને ભારતને થોડી છૂટ આપી હતી. ભારતે આ યુદ્ધમાં કોઈ એકનો પક્ષ લેવાનું ટાળેલું છે.
બીજી બાજુ એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન જનારું એક ઓઈલ ટેન્કર હાલમાં જ હોર્મુઝથી પસાર થઈ ગયું. જેનો અર્થ એ છે કે ઈરાને આ રસ્તો સંપૂર્ણ રીતે બંધ કર્યો નથી. તે વીણી વીણીને કેટલાક દેશોના જહાજને જવા દે છે. જેના સંબંધ તેની સાથે સારા છે અથવા તો જે તેમના કામના છે તેમને રસ્તો આપે છે. આ એક પ્રકારે દબાણનું હથિયાર બની રહ્યું છે. ઈરાન કહે છે કે જુઓ હું બધાને રોકી શકું છું પરંતુ જેને ઈચ્છું તેને જવા દઈ શકું છું. ભારત માટે આ સ્થિતિ આગળ જતા પડકારજનક બની શકે છે. કારણ કે આ રસ્તેથી ભારતનો રાંધણ ગેસ, પેટ્રોલ અને ડીઝલ આવે છે. જાે રસ્તો લાંબા સમય સુધી બંધ રહ્યો તો ભારતમાં ઓઈલ અને ગેસની કમી થઈ શકે છે. ભાવ વધી શકે છે અને સામાન્ય માણસના ખિસ્સા પર અસર પડી શકે છે.




