
કોરોનાકાળના વોરિયર્સ પાંચ વર્ષે પણ રજા પગારથી હજુ વંચિત વિવિધ ગુનામાં આવતાં ખોટા ઇ-ચલણ સામે વાહન ચાલક વાંધો રજૂ કરી શકશે રાજ્યમાં વાહન ખાતાના અધિકારીઓ માટે ઇ-ડિટેક્શન પદ્ધતિ અને ઇલેકટ્રોનિક એન્ફોર્સમેન્ટ પદ્ધતિથી કામગીરી માટે કેટલાક ર્નિણય લેવાયા વાહનોને લગતા વિવિધ ગુનાના ભંગ બદલ ચલણ જારી કરવામાં આવે છે તે જે પ્રાદેશિક કે સહાયક વાહન વ્યવહાર કચેરી-આરટીઓના કાર્યક્ષેત્રમાંથી ઇસ્યૂ કરવામાં આવ્યા હોય તે કચેરીના વડા હોદ્દાની રૂએ ફરિયાદ નિવારણ સત્તાધિકારી (રીડ્રેસલ ઓથોરિટી) તરીકે નિયુક્ત કરવાનો વાહન વ્યવહાર વિભાગે ર્નિણય લીધો છે. રાજ્યમાં વાહન ખાતાના અધિકારીઓ માટે ઇ-ડિટેક્શન પદ્ધતિ અને ઇલેકટ્રોનિક એન્ફોર્સમેન્ટ પદ્ધતિથી કામગીરી માટે કેટલાક ર્નિણય લેવાયા છે. જેમાં જે તે કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક પ્રાદેશિક આરટીઓ કે મોટર વાહન નિરીક્ષકને પણ વાહન વ્યવહાર કમિશનરની મંજૂરીથી રીડ્રેસલ ઓથોરિટીની કામગીરી કરવા સત્તા આપી શકાશે. ઇ-ચલણ મળ્યાના દોઢ મહિનામાં વાહન ચાલકે ચલણની રકમ ભરવી પડશે અથવા યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે ચલણ સામે વાંધો નોંધાવી શકાશે. જાે રીડ્રેસલ ઓથોરિટી દ્વારા નિયત સમય મર્યાદામાં ર્નિણય ન આવે તો સત્તાધિકારી પુરાવા જાેઇને યોગ્ય કારણો સાથે ચલણ રદ કરી શકશે. તેનો હુકમ પોર્ટલ ઉપર પણ મૂકવાનો રહેશે. જાે વાહન ચાલકની અરજી નામંજૂર કરાય તો તે વ્યક્તિએ કોર્ટમાં અરજી કરતા પહેલા ચલણમાં દર્શાવેલી રકમના ૫૦ ટકા સરકારી ઇ-ચલણ પોર્ટલ ઉપર ઓનલાઇન ડિપોઝિટ કરવાની રહેશે. કોરોનાકાળ દરમિયાન કરાર આધારિત અને આઉટ સોર્સિંગથી ફરજ બજાવનારા વર્ગ ૩ અને વર્ગ ૪ના કર્મચારીઓ, આશાવર્કરો અને ફેસિલિટેટર બહેનોને કુલ ૧૩૦ દિવસનો રજા પગાર આજે પણ મળ્યો નથી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ આવા કર્મીઓને કોરોના વોરિયર્સ કહીને પ્રશંસા કરાઇ હતી પરંતુ તે પછી પાંચ વર્ષે પણ તેમને મળનારા રજા પગાર આપવા બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ઉપેક્ષા કરાઇ રહી છે. આ મામલે વિવિધ સંગઠનો દ્વારા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાની શરૂઆત કરાઇ છે. કોરોનાકાળમાં રવિવારની રજા અને જાહેર રજા થઈને કુલ ૧૩૦ દિવસની કામગીરીનો પગાર કર્મીઓને મળવાપાત્ર થાય છે તે ચૂકવાઇ રહ્યો નથી. કાયમી ભરતી ન થતા આવા અનેક વર્ગ-૩ના કર્મીઓને હવે છૂટા પણ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત જનતા જાગૃતિ મંચના અગ્રણી રજનીકાંત ભારતીયના જણાવ્યા મુજબ કેટલીક એજન્સીઓ આઉટ સોર્સિંગ કર્મીઓને પૂરા નાણાં ચૂકવી રહી નથી.




