
લગ્ન વગરના સંબંધો અયોગ્ય ઓવૈસીએ UCC ના કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા રાજ્યભરમાં ૩૩૨ પાલિકાની બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે. જેમાં ૨૯ તાલુકા પંચાયત, ૧૮ જિલ્લા પંચાયતની બેઠક પર AIMIM ચૂંટણી લડશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આજે(૪ એપ્રિલ) અમદાવાદમાં AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ બેઠક યોજી હતી. આ દરમિયાન ઓવૈસીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM ઝંપલાવશે તેમ કહ્યું હતું. આ સાથે, ઓવૈસીએ UCC ના કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
ઓવૈસીએ કહ્યું કે, ‘રાજ્યભરમાં ૩૩૨ પાલિકાની બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે. જેમાં ૨૯ તાલુકા પંચાયત, ૧૮ જિલ્લા પંચાયતની બેઠક પર AIMIM ચૂંટણી લડશે. જ્યારે અમદાવાદ સહિત ૬ મનપામાં AIMIM ઉમેદવાર ઉભા રાખશે.‘
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ગત ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ પસાર કરવામાં આવેલા ‘સમાન નાગરિક સંહિતા‘(UCC) બિલ-૨૦૨૬ને લઈને ઓવૈસીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ઉત્તરાખંડમાં જે UCC બનાવવામાં આવ્યો એની કોપી છે આ. હિન્દુ મેરેજ અને ડિવોર્સ એક્ટ અને સક્સેશન એક્ટ છે, જેને બધા પર લાગુ કરી દીધો છે.
૧૬ ટકા આદિવાસીઓ જાે બાકાત હોય તો UCC કેવી રીતે ગણી શકાય. આ કાયદા હેઠળ લીવ ઇન રિલેશનશિપ થાય તો આરએસએસ અને ભાજપના મોરલ્સ કયા ગયા. લગ્ન વગર સંબંધો બનાવવા એ કેવી રીતે યોગ્ય છે.‘




