
છેલ્લાં ૧૨ વર્ષમાં પાસપોર્ટ અંગે કોઇ નવો ર્નિણય કરાયો નથી પાસપોર્ટ અને નાગરિકતા મુદ્દે રાજકીય ઘમસાણ, સરકાર-વિપક્ષ આમને-સામને નાગરિકતાના હક્કો છીનવી લેવા માટે કેન્દ્ર સરકાર પૂર્વભૂમિકા તૈયારી કરી રહી હોવાનો કોંગ્રેસે કરેલો આક્ષેપ
પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી તેવા વિદેશ મંત્રાલયના નિવેદનથી મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે મોદી સરકારના છેલ્લાં ૧૨ વર્ષમાં પાસપોર્ટ અંગે કોઇ નવો ર્નિણય કરાયો નથી. બીજી તરફ સરકાર પર પ્રહાર કરતાં વિપક્ષે જણાવ્યું હતું કે સરકાર સાથે અસંમત થતાં લોકોના નાગરિકત્વના હકો છીનવી લેવા માટે સરકાર પૂર્વભૂમિકા તૈયાર કરી રહી છે. સરકારી સૂત્રોએ પાસપોર્ટ ધારા ૧૯૬૭ને ટાંકીને જણાવ્યું હતું કે બિન-નાગરિકોને પણ જાહેર હિતમાં પાસપોર્ટમાં જારી કરી શકાય છે. પાસપોર્ટ વિદેશ પ્રવાસનો એક દસ્તાવેજ છે અને તે નાગરિકતાનો પુરાવો નથી તેવા બુધવારના વિદેશ મંત્રાલયના નિવેદન પછી આ વિવાદ ઊભો થયો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી તેવો ગઇકાલે લેવાયેલો ર્નિણય નથી. નરેન્દ્ર મોદી સરકારના શાસનકાળમાં છેલ્લા ૧૨ વર્ષમાં આ અંગે ર્નિણય પણ લેવામાં આવ્યો ન નથી. પાસપોર્ટ ક્યારેય નાગરિકતાનો પુરાવો રહ્યો નથી. પાસપોર્ટ ધારા, ૧૯૬૭ની કલમ ૨૦નો ઉલ્લેખ કરીને સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના નાગરિક નથી તેમને પણ પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજાે જારી કરી શકાય છે. જાેકે તે જ પાસપોર્ટ ધારાની કલમ ૬(૨)(એ)માં જાેગવાઈ છે કે પાસપોર્ટ ઓથોરિટી જાે અરજદાર ભારતનો નાગરિક ન હોય તો પાસપોર્ટ જારી કરવાનો ઇનકાર કરશે. વિદેશ મંત્રાલયના નિવેદનની ટીકા કરતાં કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે આક્ષેપ કર્યાે હતો કે ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે અગાઉ પોતાના રાજકીય એજન્ડાને અનુરૂપ મતદાર યાદીમાંથી અમુક સમુદાયોના લોકોના નામ દૂર કર્યા હતાં. આ સરકાર નાગરિકોમાં ગભરાટ અને લાચારી ફેલાવવામાં ઉત્સાદ છે. પાસપોર્ટ પણ કોઈની નાગરિકતા પ્રમાણિત કરતું નથી તેવું જાહેર કરીને તેઓ એવા ભારતીયોને નાગરિકત્વના અધિકારો મનસ્વી રીતે નકારવાનો પાયો નાખી રહ્યા છે જેની સાથે તેઓ અસંમત છે. ભાજપે વળતો જવાબ આપ્યો હતો કે મોદી સરકારે પાસપોર્ટ અંગે કોઇ નવો નિયમ બનાવ્યો નથી. વિદેશ મંત્રાલયે ફક્ત વર્ષાેથી ચાલતા નિયમનો પુનરોચ્ચાર કર્યાે છે.



