
કેન્દ્ર સરકારે તૈયાર કર્યું નવું બિલ લોકસભાની બેઠકો ૫૪૩થી વધીને ૮૫૦ થઈ શકે છે બંધારણ મુજબ, હાલમાં રાજ્યોમાંથી ૫૩૦ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૨૦ બેઠકો હોઈ શકે છે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ધરખમ વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સરકારે સાંસદો સાથે ‘બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬‘ શેર કર્યું છે. આ બિલમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને ૮૫૦ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે.
આ બિલ આગામી વસતી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ ૮૫૦ કરવા, મતવિસ્તારોના પુન:નિર્ધારણ (સીમાંકન) અને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે વૈધાનિક માર્ગ મોકળો થશે. સરકારના આ પગલા સાથે, દાયકાઓથી પડતર બેઠકોના પુનર્ગઠનને સીલ કરવા અને ભાષાકીય અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ માટે એક નવું માળખું સ્થાપિત કરવા માટે પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.
બંધારણ મુજબ, હાલમાં રાજ્યોમાંથી ૫૩૦ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૨૦ બેઠકો હોઈ શકે છે.
જાેકે, સીમાંકન પંચે કુલ બેઠકોની સંખ્યા ૫૪૩ નક્કી કરી હતી. સરકારે સાંસદોને બંધારણ (૧૩૧મો સુધારો) બિલની નકલો વહેંચી છે.




