
BCCIએ એક મોટી જાહેરાત કરી.BCCIએ એક મોટી જાહેરાત કરી.પછી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસે જશે : બંને દેશો વચ્ચે કુલ ૫ T20 આંતરરાષ્ટ્રીય અને ૩ ODI મેચની સિરીઝ યોજાવાની છે. IPL ૨૦૨૬ શરૂ થવામાં ફક્ત એક અઠવાડિયું બાકી છે, ત્યારે BCCI એ ટીમ ઈન્ડિયાનો આગામી રોડમેપ જાહેર કર્યો છે. જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર નીકળતા પહેલા ભારત આયર્લેન્ડનો સામનો કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાના આયર્લેન્ડ પ્રવાસ અંગેના અહેવાલો છેલ્લા કેટલાક સમયથી ફરતા હતા, પરંતુ BCCI એ હવે સત્તાવાર રીતે શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા બે મેચની T20 સિરીધમાં આયર્લેન્ડ સામે ટકરાશે.
IPL ૨૦૨૬ પછી ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ભરચક રહેવાનું છે. તેઓ ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સહિત વિવિધ વિરોધીઓ સામે મેદાનમાં ઉતરશે. આ વ્યસ્તતાઓ વચ્ચે BCCIએ આયર્લેન્ડ સામે T20 સિરીઝની જાહેરાત કરી છે, જે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા યોજાવાની છે.BCCIએ એક પ્રમોશનલ પોસ્ટર બહાર પાડતા પુષ્ટિ કરી કે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 મેચ ૨૬ જૂન અને ૨૮ જૂનના રોજ યોજાશે. આ સિરીઝમાં કુલ બે મેચ હશે.BCCI એ વધુમાં જણાવ્યું હતું કે બંને મેચ બેલફાસ્ટમાં યોજાશે અને ચાહકો ભારતીય સમય (IST) મુજબ સાંજે ૭:૩૦ વાગ્યે લાઇવ એક્શન જાેઈ શકે છે.
આયર્લેન્ડ સામે બે T20 મેચ રમ્યા પછી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. બંને દેશો વચ્ચે કુલ ૫ T20 આંતરરાષ્ટ્રીય અને ૩ ODI મેચની સિરીઝ યોજાવાની છે.
ટી૨૦ સિરીઝનું શેડ્યૂલ
૧ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, પહેલી ટી૨૦ (ચેસ્ટર-લે-સ્ટ્રીટ)
૪ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, બીજી ટી૨૦ (માન્ચેસ્ટર)
૭ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, ત્રીજી ટી૨૦ (નોટિંગહામ)
૯ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, ચોથી ટી૨૦ (બ્રિસ્ટોલ)
૧૧ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, પાંચમી ટી૨૦ (સાઉથમ્પ્ટન)
વનડે સિરીઝનું શેડ્યૂલ
૧૪ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, પહેલી ODI (બર્મિંગહામ)
૧૬ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, બીજી ODI (કાર્ડિફ)
૧૯ જુલાઈ, ૨૦૨૬ – ભારત vs ઇંગ્લેન્ડ, ત્રીજી ODI(લોર્ડ્સ)




