
બાકીની બે સ્ક્વોડ્રન નવેમ્બર સુધીમાં આવી જશે.રશિયાએ એર ડિફેન્સ સિસ્ટમ S-400 ભારતને મોકલવાની તૈયારીઓ શરૂ કરી.ભારતે રશિયા પાસેથી પાંચ S-400 સિસ્ટમ ખરીદવા માટેની ડીલ કરેલી છે, રશિયા ત્રણ સિસ્ટમ મોકલી છે.અમેરિકા બાદ અને મિત્ર દેશ રશિયાએ ભારતને મોટી ભેટ આપી છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફમાં મોટી રાહત આપી ટેરિફ દર ૨૫ ટકાથી ઘટાડી ૧૮ ટકા કર્યો છે. ત્યારે હવે રશિયાએ વિશ્વની સૌથી ભયાનક એર ડિફેન્સ સિસ્ટમ S-400 ભારતને મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાએ અત્યાર સુધી પાંચમાંથી ત્રણ સિસ્ટમ મોકલી છે, ત્યારે હવે તેણે બાકીની બે સિસ્ટમ પણ મોકલવાની જાહેરાત કરી છે.
ભારતે રશિયા પાસેથી કુલ પાંચ S-400 સિસ્ટમ ખરીદવા માટેની ડીલ કરેલી છે, જાેકે રશિયા હજુ સુધી ભારતને માત્ર ત્રણ સિસ્ટમ મોકલી છે. ત્યારે હવે રશિયાએ બાકીના બે સ્ક્વોડ્રન મોકલવાની ફાઈનલ જાહેરાત કરી દીધી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ સિસ્ટમ વિશ્વની સૌથી ભયાનક એર ડિફેન્સ સિસ્ટમ છે. ભારતે આ સિસ્ટમનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી.
ડિફેન્ડ ડોન્ટ ઈનના રિપોર્ટ મુજબ, રશિયન અધિકારીઓએ કહ્યું છે કે, રશિયા દ્વારા મે અથવા જૂનમાં ભારતને જી-૪૦૦ની ચોથી સિસ્ટમ મોકલવામાં આવશે. ત્યારબાદ નવેમ્બર સુધીમાં પાંચમી અને છેલ્લી સિસ્ટમ ભારતીય વાયુસેનાને સોંપી દેવામાં આવશે. ગત વર્ષે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા હતા અને અહીં તેમણે દિલ્હીમાં ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે S-400 એર ડિફેન્સ સિસ્ટમ ભારતને આપવાનું આશ્વાસન આપ્યું હતું.
રશિયાએ અત્યાર સુધીમાં પાંચમાંથી ત્રણ સિસ્ટમ મોકલાવી દીધી છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બાકીની બંને ડિફેન્સ સિસ્ટમ મોકલવામાં વિલંબ થયો છે, તેમ છતાં રશિયાએ પહેલેથી જ ત્રણ સિસ્ટમો મોકલી દીધી છે. આ ત્રણેય સિસ્ટમોને ભારતીય વાયુ સેના પાસે છે અને તેને પાકિસ્તાન અને ચીનની સરહદ પાસે તહેનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે રશિયા પાસેથી પાંચ S-400 એર ડિફેન્સ ખરીદવા માટે ઓક્ટોબર-૨૦૧૮માં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ડીલ કરી હતી. આ એર ડિફેન્સ સિસ્ટમની ખાસિયતની વાત કરીએ તો, પાકિસ્તાન વિરુદ્ધના ભારતના ઓપરેશન સિંદૂરમાં તેની ભયાનક તાકાત જાેવા મળી હતી. ૨૦૨૫માં ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું, જેમાં S-400 નો ઉપયોગ કરાયો હતો અને આ જ સિસ્ટમે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી, જેમાં વિશ્વભરને S-400 એર ડિફેન્સ સિસ્ટમની ભયાનક શક્તિ જાેઈ લીધી હતી.




