
અમરનાથ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થશે આ વર્ષે ૫૭ દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા દર વર્ષે ભારતભરમાંથી હજારો તીર્થયાત્રીઓ યાત્રા કરે છે બરફાની બાબાના ભક્તો જે તારીખની રાહ જાેઈ રહ્યા હતા તે તારીખ જાહેર થઈ ચૂકી છે. આ વર્ષની અમરનાથ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રાની તારીખ જાહેર થવાની સાથે જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને નિયમો પણ જણાવી દેવામાં આવ્યા છે. તો ચાલો તમને પણ જણાવી દઈએ અમરનાથ યાત્રા ૨૦૨૬ સંબંધિત તમામ વિગતો.
અમરનાથ યાત્રા દર વર્ષે યોજાતી પવિત્ર યાત્રા છે. દર વર્ષે ભારતભરમાંથી અને વિદેશમાંથી હજારો તીર્થયાત્રીઓ અમરનાથ યાત્રા કરે છે. કશ્મીરના અનંતનાગમાં ૩૮૦૦ મીટરથી વધુની ઉંચાઈએ સ્થિત પવિત્ર ગુફામાં પ્રાકૃતિક રીતે બરફનું શિવલિંગ બને છે જેને શ્રદ્ધાળુઓ ભગવાન શિવનું પ્રતિક માને છે અને તેના દર્શન માટે અમરનાથ યાત્રા કરે છે.
આ વર્ષની અમરનાથ યાત્રા ૩ જુલાઈ ૨૦૨૬ થી શરૂ થશે અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પૂરી થશે. આ વર્ષની અમરનાથ યાત્રા ૫૭ દિવસ ચાલશે. અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી શરૂ થઈ જશે. અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન દેશભરની ૫૫૬ બેંક શાખાઓના માધ્યમથી અથવા તો ઓનલાઇન કરી શકાશે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન state bank of india, પંજાબ નેશનલ બેંક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને યસ બેન્ક દ્વારા કરી શકાશે.
અમરનાથ યાત્રા અંગેના જાહેર કરાયેલા નિયમ અનુસાર અમરનાથ યાત્રા ૧૩ વર્ષથી વધુની વયના ૭૦ વર્ષ સુધીની વયના શ્રદ્ધાળુઓ કરી શકશે. અમરનાથ યાત્રા કરવા માટે દરેક શ્રદ્ધાળુએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હશે. અમરનાથ યાત્રા કરવા માટે દરેક શ્રદ્ધાળુ પાસે શારીરિક રીતે સક્ષમ હોવાનું સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. આ સર્ટિફિકેટ અધિકૃત ડોક્ટર દ્વારા આપેલું હોવું જાેઈએ અને ૮ એપ્રિલ ૨૦૨૬ પછીનું હોવું જાેઈએ. અમરનાથ યાત્રા ૨૦૨૬ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુરક્ષા સાથે થાય તે માટે આ વર્ષે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં રજીસ્ટ્રેશન આધારિત બાયોમેટ્રિક ઈ કેવાયસી કરવામાં આવશે. જેના દ્વારા અમરનાથ યાત્રાની પરમિટ શ્રાઇન બોર્ડ ઓનલાઇન જાહેર કરશે. આ સિવાય તમામ તીર્થયાત્રીઓ માટે આરએફઆઈડી કાર્ડ પણ અનિવાર્ય હશે. આ વર્ષે સામૂહિક દુર્ઘટના વીમા કવચ પણ પાંચ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.




