
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણામાં કહેવાય છે કે “નેકી કર દરીયા મે ડાલ” અર્થાત કોઈ પણ પશુ, પક્ષી કે ગરીબ ગુરબા માનવીને તમે મદદ કરો અને એનું કોઈ અભિમાન કે વળતર ની કોઈ અપેક્ષા ના રાખો તો એ જ સાચું દાન કહેવાય છે. અર્થાત એ નિ:સ્વાર્થ સેવા કહેવાય અને એ નિ: સ્વાર્થ સેવાથી કરેલા કર્મ ના કારણે ભલભલા પાષાણ (પથ્થર દિલ) હ્રદયના માનવી ને પણ નમ્ર બનાવી તમારી સાથે એક આત્મીતા નો નાતો બાંધવા એ મજબૂર બને છે. પછી ભલે એ ખૂંખાર જંગલી જાનવર પણ કેમ ના હોય?
અહીં એક એવા જ કિસ્સાનિ વાત છે જ્યાં રોજ વાંદરાને ખાવાનું ખવડાવતી એક મહિલાનું મૃત્યુ થતાં મૃત્યુ પર વાંદરાનો વિલાપ જોઈને ભલભલાની આંખો ભીની થઈ ગઈ હતી. કર્ણાટક રામનગર જિલ્લાના રાયરા ડોટ્ટી ગામમાં એક એવી ઘટના બની કે જે જોઈને ગામલોકોની આંખો ભીની થઈ ગઈ. ૮૫ વર્ષના પાર્વતમ્મા ઉંમરને કારણે આવતી ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા. પાર્વતમ્મા એ પોતાની જિંદગીનો એક મોટો હિસ્સો વાંદરાઓને સમર્પિત કર્યો હતો. તેઓ રોજ પોતાના ઘર પાસે આવતા વાંદરાઓને પુચકારતા, બોલાવતા, ખવડાવતા અને સ્નેહથી દુલારતા. આસપાસના લોકોને વાંદરાઓ આફત લાગતાં. પણ પાર્વતમ્મા માટે તો જાણે આંગણે આવતા વાનરો તેમના પોતાના હતા.
જ્યારે તેમની અંતિમવિધિ માટે પાર્વતમ્મા ના પાર્થિવ શરીરને આંગણામાં મૂકવામાં આવ્યું ત્યારે માણસોની ભીડને ચીરીને એક વાંદરો ત્યાં આવ્યો. એણે પાર્થિવ દેહના ચહેરા પર ઢાંકેલું કપડું હટાવ્યું. અને થોડીક ક્ષણો એમ જ મૂક થઈને ત્યાં બેસી રહ્યો. થોડીવાર પછી એણે શબની વધુ નજીક જઈને ચહેરાને પંપાવ્યો. પછી તે પાર્વતમ્માની છાતીને વળગીને આંસુ સારવા લાગ્યો. ક્યાય સુધી વાંદરો આંખ બંધ કરીને તેમની છાતી પર, મોં પર અને કપાળ પર જાણે ચૂમતો હોય એમ વળગી રહ્યો. જાને પોતાના છેલ્લા સહારાના જવાનો માતમ મનાવી રહ્યો હોય. નજરે જોનારા લોકોનું કહેવું હતું કે આ દ્રશ્ય જોઇને હાજર તમામ લોકો અવાચક થઈ ગયા હતા. એક વાનરની સંવેદનાનોઆ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો ત્યારે એ જોઈને પણ ભલભલાની આંખો ભીની થઈ જાય એમાં નવાઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની એક હોસ્પિટલની નર્સે એક વિડીયો શેઅર કર્યો હતો જ્યા એક ઉમ્મર લાયક બીમાર દર્દી જેની પથારી બારી પાસે હતી એની છાતી ઉપર રોજ એક કબૂતર આવીને બેસતું. ૧૫ મિનિટ પછી એ વ્યક્તિ એણે હાથ ફેરવતું પછીએ ઊડી જતું. કારણ આ વ્યક્તિ રોજ કબૂતરોને દાણા નાંખતા હતા.



