
ત્રિપુરા સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સદી ફટકારી.અમદાવાદમાં દેવદત્ત પડીક્કલે ફટકારી લિસ્ટ-A ક્રિકેટ કરિયરની ૧૩મી સદી.ઓપનિંગ કરવા ઉતરેલા પડીક્કલે ૧૨૦ બોલમાં ૧૦૮ રન ફટકાર્યા છે, જેમાં ૮ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ.કર્ણાટકનો સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડીક્કલ વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ડાબા હાથના આ બેટ્સમેને ફરી એકવાર પોતાના શાનદાર ફોર્મનો પુરાવો આપતા આજે ત્રિપુરા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સદી ફટકારી છે.
ઓપનિંગ કરવા ઉતરેલા દેવદત્ત પડીક્કલે ૧૨૦ બોલમાં ૧૦૮ રન ફટકાર્યા છે, જેમાં ૮ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ છે. લિસ્ટ A ક્રિકેટમાં પડીક્કલની આ ૧૩મી સદી છે. પડીક્કલની સદીના દમ પર કર્ણાટકે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટ પર ૩૩૨ રન બનાવ્યા છે.
વિજય હઝારે ટ્રોફીની વર્તમાન સીઝનમાં પડીક્કલે પાંચ ઈનિંગ્સ રમી છે, જેમાંથી ચારમાં તેણે સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે, પડીક્કલની અત્યાર સુધીની તમામ ૧૩ લિસ્ટ-છ સદી માત્ર વિજય હઝારે ટ્રોફીમાં જ આવી છે. આ સાથે જ તે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં ત્રીજાે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
તેણે આ મામલે કર્ણાટકના વર્તમાન કેપ્ટન મયંક અગ્રવાલ (૧૨) ને પાછળ છોડી દીધો છે. વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં દેવદત્ત પડીક્કલથી આગળ હવે માત્ર અંકિત બાવને અને ઋતુરાજ ગાયકવાડ છે. આ ટુર્નામેન્ટમાં બાવનેએ ૧૫ સદી ફટકારી છે અને ઋતુરાજે ૧૪ સદી ફટકારી છે. ૨૫ વર્ષીય દેવદત્ત પડીક્કલ વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં પાંચ ઈનિંગ્સમાં ૧૦૨.૮૦ની એવરેજથી ૫૧૪ રન બનાવ્યા છે, જેમાં ચાર સદી સામેલ છે. તે વર્તમાન સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. પડીક્કલે ભારત માટે બે ટેસ્ટ મેચ અને બે T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં ટેસ્ટમાં ૯૦ રન અને T20 ઈન્ટરનેશનલ મેચમાં ૩૮ રન બનાવ્યા છે.
વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં દેવદત્ત પડીક્કલ
૧૪૭ રન vs ઝારખંડ, ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫, અમદાવાદ
૧૨૪ રન vs કેરળ, ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫, અમદાવાદ
૨૨ રન vs તમિલનાડુ, ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫, અમદાવાદ
૧૧૩ રન vs પુડુચેરી, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫, અમદાવાદ
૧૦૮ રન vs ત્રિપુરા, ૩ જાન્યુઆરી, ૨૦૨૬, અમદાવાદ




