
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૨૦૦૦થી વધુ વિકેટો લીધી.ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર નોર્મન ગિફોર્ડનું ૮૫ વર્ષની વયે નિધન.નોર્મન ગિફોર્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં લાંબા સમયથી કાર્યરત હતા.ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ૨૨ જાન્યુઆરીથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની છે. આ મેચ પહેલા જ ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર નોર્મન ગિફોર્ડનું ૮૫ વર્ષની વયે નિધન થયું છે. નોર્મન ગિફોર્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં લાંબા સમયથી કાર્યરત હતા. તેમણે ૧૯૬૪થી ૧૯૭૩ સુધી ઇંગ્લેન્ડ માટે ૧૫ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ૩૧.૦૯ની સરેરાશથી ૩૩ વિકેટ લીધી હતી. કરાચીમાં રમાયેલી પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં તેમણે ૫૫ રન આપીને ૫ વિકેટ લીધી હતી, જે તેમનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. ગિફોર્ડ ૧૯૬૪ અને ૧૯૬૫માં વોર્સેસ્ટરશાયરની કાઉન્ટી ચેમ્પિયનશિપ વિજેતા ટીમોના મુખ્ય સભ્ય હતા. બાદમાં તેમણે ૧૯૭૪માં ક્લબને ટાઇટલ અપાવ્યું અને ૧૯૭૧માં તેમની ત્રણ સન્ડે લીગ જીતમાંથી પ્રથમ જીત પણ અપાવી. તેમણે ૧૯૬૦ અને ૧૯૮૮ વચ્ચે વોર્સેસ્ટરશાયર અને વોરવિકશાયર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી, જેમાં ૨૦૬૮ વિકેટ લીધી. તેમને ૧૯૭૫માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા અને ૧૯૭૮માં ક્રિકેટમાં તેમની સેવાઓ માટે સ્મ્ઈ પ્રાપ્ત થયો. જાેકે, તેમની કારકિર્દીમાં અણધાર્યો વળાંક આવ્યો જ્યારે ૪૪ વર્ષની ઉંમરે તેમને શારજાહમાં ૧૯૮૫ના રોથમેન્સ ફોર નેશન્સ કપમાં બે ODI માં ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ કરવાની તક આપવામાં આવી. આનાથી તેઓ ODI ક્રિકેટમાં કેપ્ટનશીપ કરનાર સૌથી મોટી ઉંમરના ક્રિકેટર બન્યા, જે રેકોર્ડ તેમના નામે છે.
૪૪ વર્ષની ઉંમરે ડેબ્યૂ
નોર્મન ગિફોર્ડ – ૪૪ વર્ષ ૩૫૯ દિવસ (ઇંગ્લેન્ડ દૃજ ઓસ્ટ્રેલિયા)
રાહુલ શર્મા – ૪૩ વર્ષ ૩૦૬ દિવસ (હોંગકોંગ દૃજ બાંગ્લાદેશ)
મોહમ્મદ તૌકીર – ૪૩ વર્ષ ૩૬ દિવસ (યુએઈ દૃજ ઝિમ્બાબ્વે)
તેમણે ૪૪ વર્ષ ૩૫૯ દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન તરીકે ODI ડેબ્યૂ કર્યું હતું. આનાથી તેઓ ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા. જાેકે, તેમનો રેકોર્ડ પાછળથી નેધરલેન્ડ્સના નોલાન ક્લાર્કે ૪૭ વર્ષ ૨૪૦ દિવસની ઉંમરે તોડ્યો હતો.
ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી
નોલાન ક્લાર્ક – ૪૭ વર્ષ ૨૪૦ દિવસ (૧૯૯૬)
નોર્મન ગિફોર્ડ – ૪૪ વર્ષ ૩૫૯ દિવસ (૧૯૮૫)
રાહુલ શર્મા – ૪૩ વર્ષ ૩૦૬ દિવસ (૨૦૦૪)




