
કદાચ મેં પરિસ્થિતિને જરૂર કરતાં વધારે હળવાશથી લીધી હતી : સ્મૃતિ. સ્મૃતિ મંધાનાએ ઇંગ્લેન્ડ સામેની હારની જવાબદારી પોતાના શિરે લીધી ઇંગ્લેન્ડ સામેની મેચમાં કેટલાક શોટ સિલેક્શનમાં ખામી રહી હતી અને તેની શરૂઆત મારાથી થઈ હતી: મંધાના આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે થયેલા ચાર રનના આઘાતજનક પરાજય બદલ ભારતીય ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પોતાના શિરે જવાબદારી સ્વિકારી લીધી હતી. તેણે કબૂલ્યું હતું કે તેની વિકેટ પડી તે સાથે ભારતનો ધબડકો થયો હતો અને ખેલાડીના શોટ સિલેક્શનમાં ખામી રહી હતી જેની શરૂઆત મારાથી થઈ હતી. અમે આથી સારી રમત દાખવી શક્યા હોત.વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતનો આ સળંગ ત્રીજાે પરાજય હતો. અગાઉ તે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આળિકા સામે એક સમાન અંતર એટલે ત્રણ ત્રણ વિકેટથી હારી ગયું હતું તો રવિવારે તેનો ચાર રનના નજીવા તફાવતથી પરાજય થયો હતો.૨૮૯ રનના ટારગેટ સામે રમતાં ભારત એક સમયે સલામત સ્થિતિમાં હતું અને વિજય તરફ આગળ ધપી રહ્યું હતું. સ્મૃતિ મંધાનાએ શાનદાર ૮૮ રન ફટકાર્યા હતા જેમાં તેણે બે અગત્યની ભાગીદારી પણ નોંધાવી હતી. તેણે કેપ્ટન હરમનપ્રિત કૌર સાથે ૧૨૫ અને દિપ્તી શર્મા સાથે ૬૭ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે મંધાનાએ ૪૨મી ઓવરમાં ટીમનો સ્કોર ૨૩૪ હતો ત્યારે લિન્સે સ્મિથના બોલને લોંગ ઓફ પર લોફ્ટ કર્યાે હતો અને તેમાં તે ચૂકી ગઈ હતી. આ ખરાબ શોટને કારણે ભારતને નુકસાન થયું હતું. આમ મંધાનાથી વિકેટના પતનની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ રિચા ઘોષ કવર ડ્રાઇવ ફટકારવા જતાં આઉટ થઈ હતી તો ૫૦ રન ફટકારનારી દિપ્તી શર્મા સ્લોગ કરવાના પ્રયાસમાં આઉટ થઈ હતી. આમ ભારતે ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. મંધાનાએ ૮૮, હરમનપ્રિત કૌરે ૭૦ અને દિપ્તીએ ૫૦ રન ફટકાર્યા હતા.મંધાનાએ જણાવ્યું હતું કે આ સમયે તમામના શોટની પસંદગી સારી રહી ન હતી. અમે આથી સારી બેટિંગ કરી શક્યા હોત પરંતુ તેમાં અમે નિષ્ફળ રહ્યા એટલું જ નહીં પરંતુ આ ખરાબ શોટની શરૂઆત મેં કરી હતી. મારે થોડી ધીરજ રાખવાની જરૂર હતી. આમ આ પરાજયની જવાબદારી હું મારા શિરે લઈ રહી છું. રવિવારની મેચમાં ભારતના ચાર રનના પરાજય બાદ વાતચીત કરતાં મંધાનાએ જણાવ્યું હતું કે એક સમયે અમારે પ્રતિ ઓવર માત્ર છ રનની જરૂર હતી. અમે આ રીતે રમતને આગળ લઈ જઈ શક્યા હોત. હું મારી ઉપર જવાબદારી એટલા માટે લઈ રહી છું કેમ કે ટીમના ધબડકાની શરૂઆત મારાથી થઈ હતી. ખરેખર મારી યોજના હવામાં શોટ નહીં ફટકારવાની હતી પરંતુ મેં જ તેનું પાલન કર્યું ન હતું અને મારી યોજનામાંથી ફરી ગઈ હતી.કદાચ મેં પરિસ્થિતિને જરૂર કરતાં વધારે હળવાશથી લીધી હતી જેનું પરિણામ ટીમે ભોગવવું પડ્યું હતું તેમ કહીને મંધાનાએ ઉમેર્યું હતું કે મારે થોડી વધારે ધીરજ રાખવાની જરૂર હતી. હું મારી જાતને સતત કહેતી રહેતી હતી કે મારે ધીરજ રાખવાની છે પરંતુ મેં જ ધીરજ ગુમાવી હતી.
