
હરમનપ્રીત કૌર સંભાળશે સુકાન.મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. ICC મહિલા ટી૨૦ વર્લ્ડ કપ આવતા મહિને શરૂ થશે. ICC મહિલા ટી૨૦ વર્લ્ડ કપ આવતા મહિને શરૂઆત થવાની છે, જેના માટે હાલમાં જ યજમાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ વચ્ચે ટૂર્નામેન્ટ માટે ભારતે પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.BCCIએ T20 વર્લ્ડ કપ માટે ૨ મેના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમે ગત વર્ષે પહેલીવાર ODI વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે ટીમ ઇન્ડિયાની નજર પોતાના પહેલા ટી૨૦ વર્લ્ડ કપ ખિતાબને જીતવા પર છે.
ભારતે મહિલા ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે. હરલીન દેઓલને ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે જ્યારે ફુલમાલીને તેની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. હરલીને ટી૨૦ વર્લ્ડ કપમાં પસંદ ન કરવા પર ચીફ સેલેક્ટર અમિત શર્માએ કહ્યું – મધ્ય ક્રમમાં ફુલમાલી વધુ સારો વિકલ્પ છે.
હરલીન ટીમમાં સામેલ છે, તે ટેસ્ટ ટીમમાં છે, પરંતુ ટી૨૦ આંતરાષ્ટ્રીય મેચો માટે ફુલમાલી વધુ સારો વિકલ્પ છે.
બીજી બાજુ ફાસ્ટ બોલર નંદિની શર્માને ભારતીય ટીમમાં પહેલીવાર તક મળી છે, કેમ કે કાશવી ગૌતમ અને અમનજાેત કૌર ઈજાના કારણે ટીમની બહાર થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં જમણાં હાથની આ પેસરે ઇતિહાસ રચતા દિલ્હી કેપિટલ્સ માટે WPL હેટ્રિક લીધી હતી.
૨૪ વર્ષીય ખેલાડીએ ગુજરાત ટાઇટન્સ સામે નવી મુંબઈના ડિવાઈ પાટિલ સ્ટેડિયમમાં આ કામ કરી બતાવ્યું હતુ. આખી સિઝનમાં તેણે ૧૦ મેચમાં ૧૭ વિકેટ લઈને ૮.૩૧ની ઇકોનોમીથી શાનદાર પ્રદર્શન કર્યું હતુ.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર શાનદાર પ્રદર્શન બાદ અનુષ્કા શર્માને પણ ટીમમાં જાળવી રાખવામાં આવી છે. તેણે સ્મૃતિ મંધાનાની ગેરહાજરીમાં ઓપનિંગ કરતા શાનદાર બેટિંગ કરી હતી.
ICC વુમેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય મહિલા ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્તન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્તન), શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા અને રાધા યાદવ.



