
ICC ની વધી મુશ્કેલી.બાંગ્લાદેશના પ્લાન પર આયર્લેન્ડે ફેરવી દીધું પાણી.આયર્લેન્ડે બાંગ્લાદેશ સાથે ગ્રુપની અદલાબદલીના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, જેનાથી BCB સ્થિતિ વધુ મુશ્કેલ.ભારત અને શ્રીલંકામાં ૭ ફેબ્રુઆરીથી શરૂ થનારાk ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ને લઈને ચાલી રહેલો વિવાદ સતત વધી રહ્યો છે. પહેલા ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવાને લઈને ચર્ચા થઈ હતી. હવે બાંગ્લાદેશની ટીમે ભારતમાં તેની મેચ રમવાનો ઇનકાર કરતા વિવાદ શરૂ થયો છે. જેના કારણે ટુર્નામેન્ટના આયોજનને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ચિંતા વધી ગઈ છે. ICC સાથેની બેઠકમાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ બાંગ્લાદેશ અને આયર્લેન્ડને ગ્રુપની અદલાબદલી કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનાથી બાંગ્લાદેશની મેચો શ્રીલંકામાં ખસેડાઈ શકે. બોર્ડે દલીલ કરી હતી કે આનાથી લોજિસ્ટિકલ ફેરફારો ઓછા થશે.જાેકે, આયર્લેન્ડે બાંગ્લાદેશ સાથે ગ્રુપની અદલાબદલીના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, જેનાથી BCB પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. ક્રિકેટ આયર્લેન્ડે સ્પષ્ટતા કરી છે કે તેની ટીમનું શેડ્યૂલ જેમ છે તેમ રહેશે, એટલે કે તે શ્રીલંકાના કોલંબોમાં તેની બધી ગ્રુપ-સ્ટેજ મેચ રમશે.
ક્રિકેટ આયર્લેન્ડના એક અધિકારીએ ક્રિકબઝને જણાવ્યું હતું કે, “અમે મૂળ શેડ્યૂલથી હટીશું નહીં. અમે ચોક્કસપણે શ્રીલંકામાં ગ્રુપ સ્ટેજ રમીશું.” આ નિવેદનથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની આશાઓ પર સીધો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશ બોર્ડ સતત ICCને તેની મેચો ભારતને બદલે શ્રીલંકામાં ખસેડવા વિનંતી કરી રહ્યું છે. બાંગ્લાદેશ સરકારે ટીમ, ફેન્સ, મીડિયા અને સપોર્ટ સ્ટાફની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરિણામે બાંગ્લાદેશ બોર્ડે માંગ કરી છે કે ICC બાંગ્લાદેશની મેચો શ્રીલંકા ખસેડે અને આયર્લેન્ડ સાથે ગ્રુપ સ્વેપ પર વિચાર કરે.BCB માને છે કે આ ફક્ત ગ્રુપ સ્વેપ દ્વારા જ શક્ય બની શકે છે. જાેકે, આયર્લેન્ડના ઇનકારથી આ રસ્તો બંધ થઈ ગયો છે. હાલની પરિસ્થિતિ એવી છે કે બાંગ્લાદેશની ટીમ ભારતમાં રમવા માટે સંમત નથી. ICC પણ શેડ્યૂલ બદલવા માટે તૈયાર નથી. વધુમાં, આયર્લેન્ડ ગ્રુપ સ્વેપને મંજૂરી આપી રહ્યું નથી, જેનાથી ટુર્નામેન્ટ પર શંકા ઉભી થઈ છે. અહેવાલો સૂચવે છે કે ICC વિકલ્પો પર વિચાર કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર ર્નિણય લેવામાં આવ્યો નથી. T20વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, નેપાળ અને ઇટાલી સાથે ગ્રુપ ઝ્રમાં છે. બાંગ્લાદેશ કોલકાતામાં ત્રણ અને મુંબઈમાં એક મેચ રમશે. આયર્લેન્ડ શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને ઓમાન સાથે ગ્રુપ મ્માં છે. આયર્લેન્ડની ત્રણેય ગ્રુપ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં છે.




